ગાંધીનગરની એક સ્વીટ્સની દુકાનના ખોરાકમાં ફૂગ નીકળતાં ચકચાર

 ગાંધીનગર રાજયના પટનગરમાં જ ભેળસેળ કે સડી-બગડી ગયેલી ખાદ્ય વસ્તુઓનું ખૂલ્લેઆમ અને બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે, પરંતુ સરકાર અને સ્થાનિક તંત્ર ચોમાસામાં એકાદ વખત રેડ પાડીને આખું વર્ષ ઉંઘતુ રહી દિવાળીમાં હપ્તા ઉઘરાવી ખાય છે. આ બેદરકારીનો પર્દાફાશ થતાં સેક્ટર-૨૧માં આવેલી રાધે સ્વીટ્‌સમાં ફુગવાળી કચોરીના ગઈકાલ સાંજથી વાયરલ થયેલાં વીડિયોએ ગાંધીનગરમાં ભારે ચકચાર જગાવી છે.

 

ગાંધીનગરમાં નામના ધરાવતી રાધે સ્વીટસની સેક્ટર ૨૧, ૨૯, ૧૧ અને કુડાસણ પાસે દુકાન છે. જેમાં ઉવારસદ ખાતે રહેતા કમલેશ યોગીરાજે સેક્ટર-૨૧માં રાધે સ્વીટસમાંથી ખરીદેલી કચોરી ફુગવાળી નીકળી હોવાનો આક્ષેપ કર્યો છે.તેમણે આ દુકાનમાં આવી ફુગવાળી કચોરી બતાવતો વીડિયો વાયરલ થયો છે. તેમણે ક્હ્યું કે, ગુરૂવારે બપોરે સેક્ટર-૨૧માં આવેલી રાધે સ્વીટસમાંથી અમે ઘર માટે કચોરી પેક કરાવી હતી. જેમાં ઘરે જઈ આ કચોરી ખાવા માટે કાઢતાં તેમાં અંદર ફુગ જોવા મળી હતી.

 

આ ફુગવાળી કચોરી અંગે રાધે સ્વીટસ, સેક્ટર-૨૧નું સંચાલન કરતા મહેશ સુખડીયાએ ક્હ્યું કે, આ યુવકો જે કચોરી લઇને આવ્યા તેમાં ફુગ હતી કે નહીં તેની ખબર નથી, પરંતુ તેઓ ઘરેથી જ વીડિયો ઉતારીને લાવ્યાં હતાં. આમ છતાં કેટલીક વખત ડબલ ઋતુંના કારણે કોઈ વસ્તુ બગડી જતી હોય છે. તે અંગે અમે માફી પણ માંગી લીધી હતી. જો કે સમગ્ર ગાંધીનગરમાં આ વીડિયોના કારણે ભારે ચકચાર મચી ગઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.