બોટાદમાં શાળામાં રમતી વખતે વિદ્યાર્થીના હાથમાં ઘૂસી ગયો સળિયો

બોટાદના બરવાળામાં વિદ્યાર્થીનો હાથ સળીયામાં ઘૂસી ગયો હતો. જે પછી સળિયો કાપીને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.ઉલ્લેખનિય છે કે બરવાળાની ઝબૂબા હાઇસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ રમી રહ્યાં હતાં. ત્યારે જ એક દિવાલ પર લાગેલો સળિયો વિદ્યાર્થીના હાથની આંગળીઓ વચ્ચે ઘુસી જતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાની જાણ 108ને કરવાથી તરત જ તેને લોખંડના સળિયા સાથે જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
 
લોખંડનો સળિયો વિદ્યાર્થીના હાથમાં ઘુસી જતાં આસપાસ રમતા બાળકો પણ હેબતાઇ ગયા હતાં. સળિયો એટલો જોરથી ફસાયો હતો કે તેને સળિયા સાથે જ 108ની એમ્બ્યુલન્સમાં બેસાડી દેવામાં આવ્યો હતો. બાળકના હાથમાંથી સળિયો કાપવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બધાના જીવ તાળવે ચોંટી ગયા હતાં. બાળકે હિંમત બતાવીને હોસ્પિટલમાં સળિયો કઠાવ્યો હતો. હાલ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.