NRC પર ઉગ્ર ચર્ચા, સાંસદની બહાર BJP-કૉંગ્રેસના નેતા બાખડી પડ્યા

અસમમાં સોમવારના રોજ રજૂ કરાયેલા NRC પર જબરદસ્ત રાજકીય ઘમાસણ મચ્યું છે. સંસદની અંદર તો વિપક્ષી દળ અને સત્તારૂઢ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી જ રહ્યા છે પરંતુ હવે આ મામલો સંસદની બહાર સુધી પહોંચી ગયો છે. જો કે મંગળવારના રોજ સંસદ પરિસરમાં રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. ગૃહની અંદર એકબીજા પર પ્રહારો કરનાર વિપક્ષી અને સત્તારૂઢ દળના નેતા પરિસરમાં પણ પરસ્પર ઉગ્ર ચર્ચા કરતાં દેખાયા.
 
સંસદ પરિસરમાં કૉંગ્રેસ સાંસદ પ્રદીપ ભટ્ટાચાર્ય અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ઉગ્ર થયા. મીડિયાની સામે બંને નેતાઓની વચ્ચે ખૂબ ઉગ્ર ચર્ચાઓ થઇ. અશ્વિન ચૌબે એ કહ્યું કે ભારતમાં એ જ રહેશે જે ભારતીય બનીને રહેશે. બીજીબાજુ ભટ્ટાચાર્ય એ ભાજપ નેતાઓને અસમની માહિતી ના હોવાની વાત કહી.
 
ચૌબે એ કહ્યું કે જે બાંગ્લાદેશના છે તેમને દેશમાંથી કાઢી મૂકાશે. તેના પર કૉંગ્રેસ સાંસદે કહ્યું કે તમે દેશને મિસલીડ કરી રહ્યાં છો. કૉંગ્રેસના નેતાઓએ કહ્યું કે અસમ અંગે ભાજપ નેતાઓને માહિતી નથી. આ ફાલતુ વાત કરી રહ્યા છે. કોણ બાંગ્લાદેશથી આવ્યું છે.
 
ઉલ્લેખનીય છે કે NRCના મુદ્દા પર મંગળવારના રોજ રાજ્યસભામાં જોરદાર ચર્ચા જોવા મળી. ભાજપ ચીફ અમિત શાહે કહ્યું કે કૉંગ્રેસની પાસે અસમ સમજૂતીને લાગૂ કરવાની હિંમત નહોતી અને ભાજપ સરકારે હિંમત દેખાડીને આ કામ કર્યું છે. શાહ એ NRCના વિરોધને દેશમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓને બચાવાની કોશિષ ગણાવી. શાહના નિવેદન પર વિપક્ષી સાંસદોએ જબરદસ્ત હોબાળો કર્યો, તેનાથી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી.
 
શાહ એ મંગળવારના રોજ રાજ્યસભામાં કહ્યું કે ચર્ચા દરમ્યાન કોઇ એ નથી બતાવી રહ્યું કે NRCનું મૂળ કયાં છે, આ આવ્યું કયાંથી છે. તેમણે કહ્યું કે ગેરકાયદે ઘૂસણખોરીના મુદ્દા પર અસમના સેંકડો યુવા શહીદ થયા. 14 ઑગસ્ટ 1985ના રોજ પૂર્વ પીએમ રાજીવ ગાંધીએ અસમન અકોર્ડ લાગૂ કર્યો હતો. આ કરાર NRCની આત્મા હતા. આ કરારમાં એ જોગવાઇ હતી કે ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરી તેને સિટિજન રજીસ્ટરથી અલગ કરીને એક નેશનલ રજીસ્ટર બનાવાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.