રોજગાર / શાહીબાગના ભરતી મેળામાં 155 ઉમેદવારને જોબ ઓફર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રોજગાર / શાહીબાગના ભરતી મેળામાં 155 ઉમેદવારને જોબ ઓફર
 
 
અમદાવાદ: મદદનીશ નિયામક રોજગાર, કચેરીના ઉપક્રમે રોજગાર કચેરી ખાતે સોમવારે રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. આ રોજગાર મેળામાં કુલ ત્રણ કંપની તરફથી 155 ઉમેદવારોને વાર્ષિક 1.44 લાખથી 2.4 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરાયું હતું.
રાજ્ય સરકારના રોજગાર વિભાગ દ્વારા મદદનીશ નિયામક, રોજગાર, અમદાવાદ કચેરીના મોડલ કરિયર સેન્ટર, શાહીબાગમાં 27 જાન્યુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાયો હતો. આ રોજગાર ભરતી મેળામાં ઇન્સ્યોરન્સ, બેંકિંગ, કમ્યુનિકેશન્સ, ફાઇનાન્સ સેક્ટરની કંપની તરફથી 212 પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ રખાયા હતા, જેમાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ યુવાઓ માટે ફ્રન્ટ ઓફિસ, કોલર, બેક ઓફિસ એક્ઝિક્યુટિવ, ટીમ લીડર, ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે 155 ઉમેદવારની પસંદગી કરાઈ હતી. આ ભરતી મેળામાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, અમદાવાદ સુરેન્દ્રનગર,મહેસાણા, પાટણ જિલ્લાના ઉમેદવારોએ ભાગ લીધો હતો. બીજી તરફ ધંધૂકા જિનિંગ મિલ માટે 12ની ભરતી કરવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.