અમીરગઢ નજીક વાહન ચેકિંગ સમયે અજાણ્યા શખ્સોનું ફાયરિંગ, એકની અટકાયત

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર વાહન ચેકિંગ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. વહેલી સવારે પાંચ વાગ્યા પોલીસ ચેકિંગ દરમિયાન કારમાં સવાર શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ચેકિંગ કરતી વખતે પોલીસે કાર ઉભી રાખવાની કોશિશ કરતાં આરોપીઓ ભાગ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું. જોકે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. પોલીસે પીછો કરતા આરોપીઓ કાર છોડી ભાગ્યા હતા. પોલીસે કાર સાથે એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.જાણવા મળ્યા મુજબ કાર પંજાબની હોવાનું બહાર આવ્યું છે. ઘટના ઘટી એ સમયે કારમાં ચાર શખ્સો સવાર હતા. પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છેકે ગેરકાયદે હથિયારને લઇને શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ જિલ્લાની પોલીસ બોર્ડર પર પહોંચી ગઇ હતી. ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.