02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કોલકાતામાં ઇયરફોનના કારણે થયું વિદ્યાર્થીનું મોત, લોકો બૂમો પાડતા રહ્યા-ટ્રેન સિટી મારતી રહી પરંતુ તે સાંભળી જ ન શક્યો

કોલકાતામાં ઇયરફોનના કારણે થયું વિદ્યાર્થીનું મોત, લોકો બૂમો પાડતા રહ્યા-ટ્રેન સિટી મારતી રહી પરંતુ તે સાંભળી જ ન શક્યો   17/08/2018

અહીંના ખારદાહ રેલવે સ્ટેશન પાસે ઇયરફોનના કારણે એક 20 વર્ષીય વિદ્યાર્થીનું મોત થઇ ગયું. પોલીસના જણાવ્યા પ્રમાણે, સ્ટુડન્ટ ઇયરફોન લગાવીને રેલવેના બંધ ફાટકને ક્રોસ કરીને ટ્રેક પાર કરી રહ્યો હતો. તે દરમિયાન તે ટ્રેનની નીચે આવી ગયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ઇયરફોન કાનમાં લગાવેલા હોવાનો કારણે તે ટ્રેનનું હોર્ન સાંભળી ન શક્યો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને વિદ્યાર્થીનું શબ તેના પરિવારજનોને સોંપી દીધું છે.
 
પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકનું નામ સોહન હતું. તે કોચિંગ ક્લાસીસમાંથી પાછો ફરી રહ્યો હતો. લોકો ફાટક પર ઊભા હતા, પરંતુ સોહન ઇયરફોન લગાવીને ટ્રેક ક્રોસ કરવા લાગ્યો. તે તેની ધૂનમાં જ હતો.
 
એટલામાં ટ્રેન આવી ગઇ. સોહનનું ધ્યાન ટ્રેન તરફ ન ગયું, પરંતુ ત્યાં ઊભેલા લોકો બૂમો પાડવા લાગ્યા. તેને ટ્રેન સામેથી હટવા માટે કહેતા રહ્યા, પરંતુ ઇયરફોનને કારણે તે સાંભળી જ ન શક્યો. 
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઇયરફોનને લીધે તેને ટ્રેનનું હોર્ન ન સંભળાયું નહીંતો સોહનનો જીવ બચી જાત. જે ટ્રેન નીચે આ અકસ્માત થયો તે સિયાલદાહ તરફ જતી ઇન્ટરસિટી ટ્રેન હતી.
 

Tags :