ભારતીય વાયુસેનાએ ૧૦૦૦ કિલોના બોમ્બ ઝીંકી આતંકીઓના અડ્ડાઓ નેસ્ત નાબૂદ : પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી

 
                                                ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો છે મંગળવારે વહેલી સવારે એલઓસી પર જૈશના ઠેકાણા પર ૧,૦૦૦ કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. ઃ ૧૦૦૦ કિલોના  બોમ્બ ઝીંકી આતંકીઓના અડ્ડાઓ નેસ્ત નાબૂદ   કરી નાંખ્યાના હેવાલો આધારભૂત સુત્રોના હવાલાથી જાણવા મળે છે : પાકિસ્તાની અખબારોમાં પણ ભારતીય વિમાનો દ્વારા પાકિસ્તાનની    સરહદમાં આવ્યાના અહેવાલોને પુષ્ટિ .પુલવામામાં થયેલ આતંકી હુમલાના બદલાની શરૂઆત 
                             ભારતના ૧૨ મિરાજ જેટ ફાઇટર લડાકુ વિમાનો પાકિસ્તાનની સરહદ માં આવેલ બલકોટ, મુઝફ્‌ફરનાગર  અને ચકોટી ખાતે આવેલ આતંકી સંગઠન જૈશે એ મોહંમદના અડ્ડાઓ ઉપર વહેલી સવારે ૩-૩૦ વાગ્યે તૂટી પડયા છે.
               જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. ૧૨ મિરાજ વિમાનથી આ હુમલો કરવામાં આવ્યો છે.
 
 

 

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.