પ્રેમીને પામવા 8 વર્ષના દીકરાનું કરાવ્યું મર્ડર, 110 કિમી દૂર ખીણમાં લઈ જઈને દબાવ્યું બાળકનું ગળું

પતિને લકવા થવાના કારણે પ્રેમી સાથે ઘર વસાવવા માટે એક મહિલાએ પોતાના જ 8 વર્ષના દીકરા વિનીતની હત્યા કરાવી દીધી છે. પ્રેમી તેના બે મિત્રોની સાથે બાળકને શહેરથી 110 કિમી દૂર સબલગઢના ખીણ વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં તેમણે બાળકનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. વિનીતની હત્યાના આરોપમાં પોલીસે મહિલા, તેના પ્રેમી અને તેના બે સાથી મિત્રોની ધરપકડ કરી લીધી છે.
 
8 વર્ષના બાળકને જ્યારે હત્યારાઓ જંગલમાં લઈ ગયા ત્યારે તેણે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યારે બે મિત્રોએ તેના હાથ-પગ પકડ્યા અને મહિલાનો પ્રેમી તેનું ગળુ દબાવવા લાગ્યો હતો. છોકરાએ રડતાં રડતાં કહ્યું હતું કે, અંકલ મને કેમ મારી રહ્યા છો, મે શું ભૂલ કરી છે. સંદીપે (પ્રેમીએ) એવુ કહીને બાળકનું ગળું દબાવ્યું કે,તારા કારણે અમે ફસાઈશું. હત્યારાને બાળકની સહેજ પણ દયા નહોતી આવી. જ્યારે તેનું ગળુ દબાવવામાં આવ્યું ત્યારે તેણે છૂટવા માટે ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ અંતે તે હારી ગયો.
- આ વાત જાતે જ આરોપીઓએ પોલીસને જણાવી છે. પોલીસે જ્યારે આરોપીઓની ધરપકડ કરી ત્યારે તેમણે જણાવ્યું કે, વિનીતને નહોતી ખબર કે અમે તેની હત્યા કરી દેવાના છીએ. તેની માતા જાતે જ સંદીપ પાસે વિનીતને મુકીને ગઈ હતી.
- 13 જુલાઈએ બપોરે સપના વિનીતને બજારમાં જવાનું કહીને સંદીપ પાસે મુકી ગઈ હતી. તેણે કહ્યું હતું કે, તું અંકલ સાથે જા, હું પણ થોડું કામ પતાવીને આવી જ રહી છું. માના કહેવાથી વિનીત સંદીપ સાથે જવા તૈયાર થઈ ગયો હતો.
- સંદીપે પોલીસેને જણાવ્યું કે, વિનીત પણ તેમને ઓળખતો જ હતો. તેથી તેને જીવતો છોડી શકાય તેમ નહતો. અમે સમગ્ર પ્લાન બનાવીને જ તેને જંગલમાં લઈ ગયા હતા. જંગલમાં જઈને અમે ગળું દબાવીને તેની હત્યા કરી દીધી. ત્યારપછી સપનાને ફોન કરીને કહ્યું કે, હવે આપણો રસ્તો ક્લિયર થઈ ગયો છે.
 
 સપનાએ 14 જુલાઈએ ગ્વાલિયરના બહોડાપુર પોલીસ સ્ટેશનમાં વિનીતના અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. તેણે જેઠ અને સસરા સામે શંકા વ્યક્ત કરી હતી. પૂછપરછમાં જેઠ અને અન્ય પરિવારજનોએ જણાવ્યું કે, આ કિસ્સામાં સપનાની ભૂમિકા જ શંકાસ્પદ છે. 
- પોલીસે સપનાની મોબાઈલ ફોન ડિટેલ્સ કઢાવી તો ખબર પડી કે તેની સતત સંદીપ જાટવ સાથે વાત-ચીત થતી હતી. તે બાળકના મૃત્યુની દરેક ક્ષણની માહિતી સંદીપ પાસેથી લેતી હતી. સંદીપની તપાસ કરવામાં આવી તો તે તેના ઘરેથી ગાયબ હતો. તેના મિત્રોની મદદથી સંદીપને પકડવામાં આવ્યો હતો.
- પોલીસે સપનાએ તેનો ગુનો કબૂલી લીધો છે તેવું કહીને સંદીપની પૂછપરછ કરી તો તેણે પણ સમગ્ર ઘટનાક્રમ જણાવી દીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.