પાટણમાં પશુપાલન વિભાગ દ્વારા કાર્યક્રમના સ્થળે પશુ આરોગ્ય મેળો યોજાશે

પાટણ : રાજ્યમાં કૃષિક્ષેત્રેમાં ગ્રામ્યકક્ષાએ આધુનિકઓજારો, કૃષિ પદ્ધતિઓ, જળસંચય અને વિજળી સંચયના કાર્યક્રમો ખેડૂતો સુધીપહોંચેતેમાટેરાજ્યસરકારનોઆગવો અભિગમ રહ્યો છે. જેમાં કૃષિલક્ષી અને ગ્રામ વિકાસને લગતાકાર્યક્રમોનું આયોજન કરી કૃષિ સહાય, વૈજ્ઞાનિક માર્ગદર્શન સ્થાનિક કક્ષાઅ ઉપલબ્ધ કરાવવા તેમજ ખેડૂતોનેઆગામી ખરીફ સીઝનની પૂર્વતૈયારી માટે વધુ અનુકૂળતા રહે તે હેતુસર તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ કૃષિ મહોત્સવ-૨૦૧૯યોજાશે. જેમાં તા. ૧૬ જૂનના રોજ રાધનપુર ખાતે તથા તા.૧૭ જૂનના રોજ સમોડા ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહેશે.
તાલુકા કક્ષાએ સેમિનાર અને કૃષિ પ્રદર્શન-કમ-વેચાણના કૃષિ કાર્યક્રમ મળી પાટણ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૨૪૭ થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આસેમિનાર સવારે ૯.૦૦થી બપોરના૧.૦૦ વાગ્યા સુધી યોજાશે, જયારે સવારના ૮.૩૦વાગ્યાથી સાંજના ૬.૦૦સુધી પ્રદર્શન યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં કૃષિ, બાગાયત, પશુ પાલન, મત્સ્યપાલન વગેરેમાંથી લાગુપડતીપ્રવૃત્તિમાટેખેતીવાડી શાખાના સ્ટોલઉપરથી ખેડૂતોન ેટેકનિકલ સાહિત્ય ઉપરાંત લાગુપડતી રાજ્યતથા કેન્દ્ર સરકારની યોજનાઓ અંગેના સાહિત્યનું વિતરણ કરવામાં આવશે.
કૃષિયુનિવર્સીટીનાનિષ્ણાંતોદ્વારા સેમિનારમાંખેડૂતોનેપાકો અંગે માર્ગદર્શન તથા પ્રશ્નોનું નિરાકરણ આપવામાંઆવશે. પશુપાલન વિભાગ દ્વારા કાર્યક્રમના સ્થળે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં પશુ રસીકરણની કામગીરી કરવામાં આવશે તથા પશુઓના સાર સંભાળ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.