થરામાં મચ્છરોનાં બ્રીડીંગ જાવા આરોગ્ય ખાતુ ફુટપાથ અને ગટર આજુબાજુ અંદરનું નિરીક્ષણ કરશે ??

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ઘણા વર્ષો બાદ ભરાઈ જતાં દબાણો બિનકાયદેસર બાંધકામો પ્રત્યે નિષ્ક્રિયતા દેખાતા લોકો કહે છે કે અધિકારીઓને ટેક્ષને અન્ય નામે પૈસા ઉઘરાવવામાં જ રસ હોય છે. બાકીતો બધું મૌન ચૂપકીદીમાં જ સમય પસાર કરે છે. આ ચર્ચા વચ્ચે ગત તા. ર૩/૮/ર૦૧૮ ના નેશનલ  હાઈવે ઓથોરીટીની સુચના મુજબ ઓવરબ્રીજ આજુ બાજુના સર્વીસ રોડ ફુટપાથ- ગટર પરનાં દબાણો- લારી- ગલ્લા કેબીનો લોકોએ સ્વેચ્છાએ ઉપાડી લીધાં જે પછી નેશનલ હાઈવે ઓથોરીટી શું કરવા માંગે છે તે અંગે વેપારીઓ- દબાણકર્તાઓમાં ચર્ચા અને કાલ્પનિક ભય જાવા મળી રહ્યા છે તો થરા પાલિકા વિસ્તારમાં થરા પોલીસ સ્ટેશનથી ભાભર ત્રણ રસ્તા  સુધી ઓવરબ્રીજ અને સર્વીસ રોડ - ફુટપાથ ગટર બનાવવામાં આવેલ પરંતુ ફુટપાથ- ગટરના ઢાંકણાંઓ પર દબાણ થઈ જતાં આ ગટરો છેલ્લા પાંચ વર્ષથી સાફ નહીં  થતાં આજે પ્લાસ્ટીકનો કચરો- કાદવ- કીચડ- ગંદકી- ગંદા પાણીથી પૂરેપૂરી ભરાઈ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારી રહી છે. આ બાબતે પાલિકા તંત્ર એવું કહે છે કે, અમે નેશનલ હાઈવે ઓથોરીટીનેઆ અંગે લેખીત મૌખિક જાણ કરી પણ સફાઈ થતી નથી. અત્યારે નેશનલ હાઈવે ઓથોરીટી અને પાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમ ફુટપાથ- ગટર આજુબાજુ ચક્કર મારે છે પણ ગટરની સફાઈ બાબતે ચૂપકીદી એકબીજા રાખી રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્રની ટીમ મચ્છરોના બ્રિડીંગ જાવા ફુટપાથ ગટર આજુબાજુ અંદર નિરીક્ષણ કરશે? કેટલાક લોકોએ પોતાની દુકાન આગળ કોઈ દબાણ ન કરે અને ગ્રાહકોને પીવાના પાણીની સગવડ મળે તેવી ધાર્મિકતા સાથે બુદ્ધિ વાપરી પાણીના સ્ટેન્ડ ઉભા કરી દીધા છે. જેના પાણી ફુટપાથ- ગટરની અંદર તથા આજુબાજુ ઠલવાઈ રહ્યા છે. ઉપરાંત નાસ્તા હાઉસોનો એઠવાડ- ગંદા પાણી ઠલવાતા આ ગટરો માથું ફાડી નાખે તેવી બદબૂ ફેલાવે છે ત્યારે પાલિકા ચીફ ઓફીસર અને આરોગ્ય ટીમ ગટરોનું નિરીક્ષણ કરી રોગચાળો ફેલાય તે પહેલાં સાફ કરાવશે કે પછી ?
થરા નગરપાલિકા વિસ્તારમાં નેશનલ હાઈવે ઓવરબ્રીજની આજુબાજુના સર્વીસ રોડ ફુટપાથ- ગટરો પરના લારી- ગલ્લા- કેબીનો ગત તાઃર૩/૮/ર૦૧૮ ના નાના વેપારીઓએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા. પરંતુ પાકા ઓટલા- છજા- છાપરાં પાકી દુકાન ધરાવતા મોટા વેપારીઓએ નહી હટાવતાં ગઈકાલે સવારે ૧૦ઃ૦૦ વાગ્યાના સુમારે જેસીબી મશીન- પોલીસ બંદોબસ્ત સાથે નેશનલ હાઈવે ઓથોરીટીની ટીમ ત્રાટકી હતી અને હાઈવેની સીમાંકનમાં આવતા પાકા ઓટલા છજા- છાપરાં જેસીબીથી હટાવીને દબાણો દૂર કર્યા હતા. નેશનલ હાઈવે ઓથોરીટી પાલિકા વિસ્તાર હદનો સર્વીસ રોડ પહોળો કરી બિનજરૂરી જગ્યા પર લોકોને ચાલવાની સુવિધા મળે તેવું કરશે.. પાલિકાની દબાણ હટાવ- બિનકાયદેસર ચાલતાં આડેધડ બાંધકામમાં નિષ્ક્રિયતા સૌ કોઈની નજરે ચડતી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.