ડીસાના રાણપુરમાં પત્ની બે લાખ રોકડા અને દાગીના લઈ પિયર પલાયન

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા
ડીસા તાલુકાના રાણપુર વચલાવાસ ગામે રહેતા યુવકે તેની પત્ની સામે દાગીના અને રોકડ લઈ ગયા બાબતની લેખિત ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ 
ધરી છે.
બનાવની વિગત એવી છે કે ડીસા તાલુકાના રાણપુર વચલાવાસ ગામે રહેતા ચિંતન રાજુભાઇ બારોટના લગ્ન કરવાના હોઈ યુવતીની ભાળમાં હતા જે સમયે તીર્થગામના જેમલભાઈને દીકરી હોઈ તેને જોવા ગયેલા. જોકે તે સમયે સાટુ આપવાની વાત કરતા સાટુ ન હોઈ રૂ. બે લાખ આપવાનું નક્કી કરેલું. બાદમાં સામાજિક રીત રિવાજ મુજબ ચિંતનના લગ્ન મધુબેન સાથે  ૨૦૧૭ માં થયા હતા. પરંતુ થોડા દિવસ બાદ ઘર કંકાસ શરૂ થતાં અને ચિંતનને તેના માતાપિતાથી અલગ રહેવાનું કહેતા ચિંતને અલગ થવાની ના પાડેલી. જેથી મધુબેન રિસાઈ તેના માતાપિતા ના ઘરે ચાલી ગયેલી અને બાદમાં આવવાની ના પાડતા ચિંતન બારોટના પિતા અને સમાજના આગેવાનો મોટા કાપરા ગામે જ્યાંહાલ મધુબેનના પિતા રહે છે ત્યાં ગયેલા જે સમયે મધુબેનના પરિવારજનો એ ભીલડી પોલીસને જાણ કરતા પોલીસ આવેલી.
જેથી ત્યાંથી નીકળી ગયેલા પરંતુ મધુબેનને પરિવારજનોને લગ્ન સમયે આપેલ રૂ. બે લાખ અને દાગીના જેમાં મંગળસૂત્ર, અંગુઠી, સોનાનું ફૂલ, ચાંદીની તોડી લઈ ગયેલ જે પરત ન આપતા અને મધુબેનના ભાઈ વકીલ હોવાથી ફસાવી દેવાની ધમકી આપતા ચિંતન રાજુભાઇ બારોટએ જેમલભાઈ હરદાનભાઈ બારોટ, શારદાબેન જેમલભાઈ બારોટ, દિનેશ જેમલભાઈ બારોટ, પ્રકાશ જેમલભાઈ બારોટ અને મધુબેન જેમલભાઈ બારોટ સામે કાર્યવાહી કરવા ડીસા રૂરલ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી. પોલીસ આ લેખિત ફરિયાદના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.