નવી દિલ્હી: દિલશાગ ગાર્ડન વિસ્તારમાં 10 દિવસ પહેલાં જ રહેવા આવેલા મા-દીકરાની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા કરીને મહિલાની લાશ પેટી પલંગમાં છુપાવામાં આવી હતી. ડબલ મર્ડર કેસ પછી આરોપીઓ ઘરને બહારથી લોક કરીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ શનિવારે સાંજે ત્યારે થઈ જ્યારે મહિલાની બહેન તેને મળવા માટે આવી હતી. પોલીસે 24 કલાકની અંદર જ મુખ્ય આરોપીની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો હતો. મહિલાના દીકરાના મિત્રએ તેના સહયોગી સાથે મળીને આ હત્યા કરી હતી. આરોપીએ મહિલા પાસેથી રૂ. 25,000 ઉધાર લીધા હતા. તેણએ બે કારણથી જ હત્યા કરી હતી કે, એક તો ઉધાર ન ચૂકવવું પડે અને બીજુ કારણ ઘર લૂંટવાનું પણ હતું. જોકે આરોપીને ઘરમાંથી કોઈ ખાસ સામાન મળ્યો નહતો.
પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે, હત્યા કરનાર કોઈક નજીકનું જ વ્યક્તિ છે. ઘમાં ફ્રેન્ડલી એન્ટ્રી હોવાથી અને ઘરની બહાર તાળું હોવાથી આ વાત વધારે મજબૂત સાબીત થઈ. પોલીસે લક્કી અને બીનાના સંપર્કમાં રહેતા લોકો પાસેથી માહિતી ભેગી કરવાનું કામ શરૂ કર્યું હતું. પોલીસે સરેરાશ 40-50 લોકોની પૂછપરછ કરી હતી. જેમાં લક્કીના મિત્ર અંકિતનો 20મો નંબર હતો. કડક રીતે પૂછપરછ કરતાં તેણે ગુનો કબુલી લીધો હતો.
17 ઓગસ્ટની રાતે સાંજે 9 વાગે અંકિત એક અન્ય મિત્રની સાથે લક્કીના ઘરે પહોંચ્યો હતો. ત્યારે બીના ઘરે એકલી જ હતી. બંને ઉધારીને પૈસા આપવાની વાત કરીને ઘરમાં ઘુસ્યા અને તેમણે ધારદાર ચપ્પાથી બીનાની હત્યા કરી દીધી. ત્યારપછી તેમણે બીનાની લાશ ડબલ બેડના બોક્સમાં છુપાવી દીધી હતી. તેઓ ત્યાંથી નીકળવાની તૈયારી કરતાં જ હતા ત્યારે લક્કી ત્યાં આવી પહોચ્યો તો તેમણે લક્કીની પણ હત્યા કરી દીધી હતી. અંકિતની લક્કી સાથેની ઓળખાણ એક વર્ષ પહેલાં કોમ્પ્યુટર કોર્સ દરમિયાન થઈ હતી. તેણે બીના પાસેથી દોઢ વર્ષ પહેલાં જ 25,000 રૂપિયા ઉધાર લીધા હતા. બીનાએ પોતાના પૈસા પરત માગતા અંકિતે મિત્ર સાથે મળીને બીનાની હત્યાનો પ્લાન બનાવી દીધો હતો.
Tags :