02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / જીવ આપી દીધો પણ બદમાશોને ન આપ્યો બહેનપણીનો મોબાઈલ નંબર

જીવ આપી દીધો પણ બદમાશોને ન આપ્યો બહેનપણીનો મોબાઈલ નંબર   29/07/2018

રાજસ્થાન: શહેરમાં ગુરૂવારે સ્કૂલેથી પાછી ફરી રહેલી એક વિદ્યાર્થિનીની સાથે 4 છોકરાઓએ મારપીટ કરી, જેના કારણે તેનું મોત થઇ ગયું. આ છોકરાઓ તેની પાસેથી તેની બહેનપણીનો ફોન નંબર માંગી રહ્યા હતા. રસ્તા વચ્ચે તે વિદ્યાર્થિની આ ચાર છોકરાઓનો માર ખાતી રહી પરંતુ બહેનપણીનો મોબાઈલ નંબર ન આપ્યો. યુવતીની માતા કાસિદાની ફરિયાદના આધારે પોલીસે ચારેય છોકરાઓ વિરુદ્ધ હત્યાનો મામલો નોંધ્યો છે.
 
- દૌસા જિલ્લાના મુર્શીદ નગરની રહેવાસી 16 વર્ષીય રૂખસાર 10 ધોરણની વિદ્યાર્થિની હતી. ઘટનાના સમયે તે સ્કૂલેથી ઘરે પાછી ફરી રહી હતી.
 
- રૂખસારની સાથે તેની કેટલીક બહેનપણીઓ પણ હતી. ઘટના પછી તેઓ ખૂબ ગભરાયેલી છે. એક બહેનપણીએ જણાવ્યું કે છોકરાઓએ રસ્તા વચ્ચે રૂખસારને રોકી લીધી. જબરદસ્તી કરીને તેની પાસે તેની બહેનપણીનો નંબર માંગવા લાગ્યા. તેણે નંબર આપવાની ના પાડી દીધી. ત્યારબાદ તેમણે રૂખસારને બહુ જ મારી. અમે ચીસો પાડતા રહ્યા, કોઇ બચાવવા ન આવ્યું. અમે ભાગીને ઘરે પહોંચ્યા અને તેના પરિવારને આ વાત જણાવી. 
- જ્યારે પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા તો રૂખસાર બેભાન થઇને જમીન પર પડી હતી. તેને હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. આશંકા દર્શાવવામાં આવી રહી છે કે વિદ્યાર્થિનીનું ગળું પણ દબાવવામાં આવ્યું છે.
 
- પોલીસે મેડિકલ બોર્ડ પાસે શબનું પોસ્ટમોર્ટમ કરાવ્યું, પરંતુ મૃતકાના પરિવારજનો આરોપીઓની ધરપકડ પર અડી ગયા. તેમની માંગ હતી કે અમે શબ ત્યારે જ લઇ જઇશું જ્યારે તમામ ગુનેગારો જેલના સળિયા પાછળ હશે.
 
- પોસ્ટમોર્ટમ હાઉસની બહાર લોકોની ભીડ જમા થઈ ગઈ. આ દરમિયાન ત્યાં ઊભેલા બે યુવકો પર વિદ્યાર્થિનીની હત્યાનો આરોપ લગાવીને ભીડ તેમના મારવા લાગી. ભીડથી બચાવીને બંને યુવકોને પોલીસ લઈ ગઈ.

Tags :