ઉત્તરાયણની જેમ ગુજરાત ભાજપના સુકાનની ફીરકી અમિત શાહ જીતુ વાઘાણીને જ પકડાવશે!

ગુજરાત
ગુજરાત

ગુજરાત ભાજપમાં ઘણા લાંબા સમય પછી સંગઠનના માળખામાં બદલાવ આવી શકે છે. અને જાન્યુઆરીનાં અંત સુધીમાં બીજેપીના નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ માટે એક અઠવાડિયામાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગુજરાતમાં આવશે. અને આ મામલે ચર્ચા વિચારણ કરી નવા સંગઠનની જાહેરાત કરી શકે છે. અને સંગઠનના નવા નામોને લઈ અમિત શાહ અંતિમ મહોર લગાવશે તેવી પણ ચર્ચા છે.
           જાન્યુઆરીના અંત સુધીમાં BJPના  નવા માળખાની જાહેરાત થશે. ૨૦ જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ થશે. કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાને સુકાન સોંપાય તેવી શક્યતાઓ રહેલી છે. તો એક સપ્તાહમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગુજરાત આવશે. પ્રભારીના પ્રવાસ દરમિયાન નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે તેવી ચર્ચાઓ છે. સંગઠનના નવા માળખામાં ૪ મહામંત્રીમાં ફેરબદલની શક્યતાઓ રહેલી છે.
             તો નવા સંગઠનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને લઈ સૌથી વધુ ચર્ચા છે. નવા સંગઠનમાં જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ સ્થાને રહેશે કે તેમના સ્થાને અન્ય કોઈને સુકાની પદ સોંપાશે તેના પર સૌ કોઈની મીટ મંડરાયેલી છે. પણ સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, હાલનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને નવા સંગઠનમાં રિપીટ કરાય તેવી પૂરેપૂરી આશા છે. તો અમિત શાહની મહોર બાદ પ્રદેશ પ્રમુખ સહિતનાં માળખાની જાહેરાત કરાશે. હાલમાં જ ઉત્તરાયણ પર્વ નિમિત્તે જીતુ વાઘાણીએ અમિત શાહની ફીરકી પકડી હતી. તેનો મતલબ એ પણ નીકાળી શકાય છે કે, ગુજરાતની રાજનીતિના પેચમાં અમિત શાહ જીતુ વાઘાણીને ફીરકી પકડાવી શકે છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.