અજાણ્યા કપલે તડકામાં તપતી કારમાં ફસાયેલી બાળકીને બહાર કાઢી, ડ્રગ્સના નશામાં જમીન પર પડ્યા હતાં તેના પેરેન્ટ્સ

અમેરિકાના ઓહિયોમાં એક કપલે તડકામાં તપતી કામમાંથી એકલી બેઠેલી બાળકીને બહાર કાઢી હતી. ભયાનક ગરમીના કારણે બાળકીનું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. તેને પાણી પીવડાવવામાં આવ્યું. ત્યારે કપલે જોયું કે માતા-પિતા પાર્કિંગમાં ઊભેલી કારની બહાર જમીન પર પડ્યા હતાં. ત્યાર બાદ તેમણે ઇમરજન્સી ટીમને ઘટના સ્થળે બોલાવી હતી. માતા-પિતાની નજીક જઇને જોવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેઓ ડ્રગ્સના ભયાનક નશામાં હતાં, જેના કારણે તેમના શરીરનો રંગ પણ ફીક્કો પડી ગયો હતો.
 
મામલા કૈંટનની એક પાર્કિંગનો છે, જ્યાં 43 વર્ષીય એક એરિક અને તેની ફિયાન્સેની નજર એક કાર પર પડી હતી. જેમાં 32 સેલ્સિયસ ટેમ્પ્રેચરમાં પરસેવામાં રેબઝેબ એક બાળકી એકલી બેઠી હતી.
કપલે જોયું કે, કારની બીજી બાજુ બાળકીની માતા-પિતા જમીન પર પડ્યાં હતાં. કપલે મોડું કર્યા વિના બાળકીને સૌથી પહેલાં બહાર કાઢી અને તેને પાણી પીવડાવ્યું.
કપલે જણાવ્યું કે, બાળકીના માતા-પિતા જમીન પર પડ્યા હોવાના કારણે કાર ખુલી હતી. માટે બાળકી સરળતાથી બહાર કાઢી શકાઇ હતી.
કપલે જણાવ્યું કે, અમે બાળકીને જરૂરી મદદ આપ્યા બાદ ઇમરજન્સી સર્વિસને કોલ કરીને જાણકારી આપી હતી. જ્યારે બાળકીના માતા-પિતાને નજીક જઇને જોયાં તો સંપૂર્ણ મામલો સામે આવ્યો હતો.
બાળકીના માતા-પિતા ડ્રગ્સના ભયાનક નશામાં હતાં. જેના લીધે તેમનું શરીર ફિક્કું પડી ગયું હતું. ત્યાર બાદ બાળકીના માતા-પિતાને પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.
 
આ મામલો સામે આવ્યાં બાદ મામલો કોર્ટમાં છે. માતા-પિતા પર બાળકીનું જીવન ખતરામાં મુકવાના મામલે આરોપી ઠરાવવામાં આવ્યાં છે. તેમને 788 પાઉન્ડના બોન્ડ પર છોડી દેવામાં આવ્યાં છે. ત્યાં જ, બાળકીની દેખરેખ માટે રિલેટિવ્સના હવાલે કરવામાં આવી છે.
 
બાળકીનું જીવન બચાવનારી એરિકની ફિયાન્સે જણાવ્યું કે, બાળકીની માતાએ ફોન કરીને બાળકીનું જીવન બચાવવા માટે તેનો ધન્યવાદ કર્યો હતો. બાળકીની માતાએ જણાવ્યું કે, છેલ્લાં બે વર્ષોથી તેમણે ડ્રગ્સનો નશો છોડી દીધો હતો પરંતુ તે દિવસે આ બધું ફરી એકવાર થઇ ગયું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.