PM મોદી અને CM યોગી પર કેમિકલ એટેકનો ખતરો, એલર્ટ જારી

ન્યૂ દિલ્હીઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કેમિકલ અને મેડિસિન એટેક થઇ શકે છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ઇનપુટ મળ્યા બાદ યોગી આદિત્યનાથની સુરક્ષા કડક કરી દેવામાં આવેલ છે. મેરઠમાં તેઓની મુલાકાતને લઇને ખાસ ચોકક્સાઇ ગોઠવી દેવામાં આવેલ છે. એસપી સીએમ સિક્યોરિટીએ મેરઠનાં પોલીસ-પ્રશાસનિક અધિકારીઓને રેડિયોગ્રામ મોકલ્યો છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા જે ઇનપુટ મળેલ છે તેમાં એવું સામે આવ્યું છે કે કશ્મીરથી કેટલાંક યુવાઓનું ગ્રુપ આતંકીઓનાં સંપર્કમાં છે. તેઓનાં સભ્ય યૂપીમાં મુખ્યમંત્રી યોગી પર એટેક કરી શકે છે. તેઓની ટ્રેનથી જમ્મુ-કશ્મીરથી લખનઉ પહોંચવાની વાત કરવામાં આવી છે. આ લોકો કોઇ જનસભા અથવા કાર્યક્રમમાં કેમિકલ અને મેડિસિન એટેક પણ કરી શકે છે.

માનવ બોમ્બનો ઉપયોગ પણ કરી શકાય છે. તેઓનાં લોકેશન અને સમયને લઇને સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઇ ગયેલ છે. અનેક એજન્સીઓનાં ઇનપુટનાં અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં કમાન્ડર મસૂદ અઝહરે એક ટેપ રજૂ કરેલ છે. જેમાં તેઓએ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી પર એટેક કરવાની વાત કહી છે.

આ હુમલો કોઇ જનસભા અને કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવી શકે છે. ઇનપુટ એવા છે કે લંડન બેસ્ડ કેટલાંક કશ્મીરી સંગઠન યોગી અથવા મોદીને ટાર્ગેટ કરી શકે છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલ તમામ ઇનપુટને દેખતા સીએમની સિક્યોરિટીને લઇને સાવધાની વર્તવામાં આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.