ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરી શિવરાત્રીના મેળાનો પ્રારંભ, ૨૫૦થી વધુ અન્નક્ષેત્રોમાં ૫ દિવસ ભજન અને ભોજનનો સંગમ

ગુજરાત
ગુજરાત

જૂનાગઢઃ ૩૩ કોટી દેવતાઓનો જ્યાં વાસ હોવાનું કહેવાય છે તે ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યે આજે સોમવારથી ધ્વજારોહણ દ્વારા મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શુભ મુહૂર્તમાં સંતો, મહંતોની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરતાની સાથે જ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. શિવરાત્રીના પાંચ દિવસ સુધી યોજાનાર આ મેળામાં ભજનની ૨૫૦થી વધુ અન્નક્ષેત્રોમાં હરિહરના નાદ ગુંજી ઉઠશે.મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશેભવનાથ મંદિરને ધ્વજારોહણ કર્યા બાદ અખાડા, મંદિરો, આશ્રમોમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મહાવદ નોમ (૧૭ ફેબ્રુઆરી)થી લઇને મહાવદ તેરસ(૨૧ ફેબ્રુઆરી)ની મધ્યરાત્રી સુધી યોજાનાર મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. દેશ દેશાવરમાંથી આવતા સાધુ, સંતો, મહંતો તેમજ દિગંબરોના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. મેળામાં આવનાર ભાવિકોના ભોજન -પ્રસાદ માટે વિવિધ જ્ઞાતિ સમાજોના ઉતારા મંડળો, અન્નક્ષેત્રો, આશ્રમો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન બનાવવાનું શરૂ થઇ ગયું છે.મૃગીકુંડમાં મધ્યરાત્રીના ૧૨ વાગ્યે શાહી સ્નાન બાદ મેળાની સમાપ્તીમેળો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એ માટે પોલીસ તંત્ર તેમજ વિવિધ સેવા માટે મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાવદ તેરસ મહા શિવરાત્રીના સાધુ સંતોની રવેડી નિકળશે જેમાં અંગ કરતબના દાવ જોવા મળશે. નિયત રૂટમાં ફર્યા બાદ રવેડી ભવનાથ મંદિરે પહોંચશે અને બાદમાં મૃગીકુંડમાં મધ્યરાત્રીના ૧૨ વાગ્યે શાહી સ્નાન બાદ મેળાની સમાપ્તી થશે. મેળામાં ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, ભારતી આશ્રમના મહંત વિશ્વંભર ભારતી બાપુ, અંબાજી મંદિરના મહંત મોટાપીર બાવા તનસુખગીરી મહારાજ, ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ, કમંડલ કુંડની જગ્યાના મહંત મુકતાનંદ બાપુ સહિત અનેક સંતો, મહંતોની તેમજ અધિકારી, પદાધિકારીઓની, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતામેળાને લઇ જી્‌ બસ સેવા શરૂમેળાને લઇ જી્‌ બસ સેવા શરૂ કરાઇ છે. જૂનાગઢના બસ સ્ટેશનથી લઇને જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી જી્‌ની ૪૦ મિની બસ દોડી રહી છે. જે ૨૦ રૂપિયા ભાડામાં ભાવિકોને મેળામાં લઇ જશે. જ્યારે બહારગામના ભાવિકો માટે જૂનાગઢ ડેપોની ૮૦ અને અન્ય ડેપોની ૬૫ મોટી બસો દોડાવાશે.- જી.ઓ. શાહ, ડિવીઝનલ કન્ટ્રોલર, જી્‌મહાશિવરાત્રી મેળામાં જવાકાલથી સ્પેશિયલ ટ્રેન દોડશેદર વર્ષે જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીમેળામાં જવા માટે રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે. ૨૧મીએ શિવરાત્રીના પર્વ અગાઉ તારીખ ૧૮, ૧૯ અને ૨૧ ફેબ્રુઆરીએ સાંજે ૫.૧૦ કલાકે આ સ્પેશિયલ ટ્રેન ઉપડશે. ઉપરાંત રાજકોટથી જૂનાગઢ તરફ જતી ત્રણ ટ્રેનોમાં ચાર-ચાર વધારાના કોચ જોડાશે. રાજકોટથી તા. ૧૮, ૧૯ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ૧૭.૧૦ વાગે ઉપડીને જૂનાગઢ ૨૦.૦૦ વાગે પહોંચશે તથા પરતમાં ૧૮,૧૯ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ જૂનાગઢ ૨૧.૨૦ વાગે ઉપડીને રાજકોટ ૨૩.૪૦ વાગે પહોંચશે. તા. ૧૭થી ૨૧ ફેબ્રુઆરી સુધી સોમનાથથી ૨૦.૩૦ વાગે ઉપડીને જૂનાગઢ ૨૨.૨૦ વાગે પહોંચશે તથા પરતમાં જૂનાગઢથી ૨૩.૨૦ વાગે ઉપડીને સોમનાથ ૦૧.૩૦ વાગે પહોંચશે. વધુમાં તા. ૧૭થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ટ્રેન નં. ૨૨૯૫૭/૨૨૯૫૮ વેરાવળ-અમદાવાદ તથા ૧૯૧૧૯/૧૯૧૨૦ અમદાવાદ-સોમનાથ-અમદાવાદ તથા ૫૯૫૦૭/૫૯૫૦૮ સોમનાથ-રાજકોટ પેસેન્જર ટ્રેનોમાં ઉક્ત ચાર વધારાના જનરલ કોચ લાગશે. ટ્રેન નં. ૧૯૧૧૯/૧૯૧૨૦ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ હાલમાં અમદાવાદ-રાજકોટ વચ્ચે રદ્દ હોવાને કારણે આ વધારાના ચાર કોચ રાજકોટ-સોમનાથ વચ્ચે દોડશે.કોરોના ઇફેકટઃ શિવરાત્રીનાં મેળામાં વિદેશી મહેમાનો ઘટ્યાશિવરાત્રીનાં મેળાનું અનેરૂ મહત્વ છે. માત્ર ભારતનાં જ નહીં પરંતુ વિદેશમાંથી જ પણ લોકો અહીં આવે છે. પરંતુ કોરોના વાયરસનાં કારણે મેળામાં વિદેશી મહેમાનો ઘટશે. શહેરમાં પહેલેથી જ બુક કરાવેલા રૂમ રદ કર્યા છે. જૂનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીનો મેળો યોજાય છે. કુંભ મેળા જેવું બીરૂદ મળ્યું છે. મેળામાં પાંચ દિવસ દિગંબર સાધુઓ ધુણી ધખાવે છે. તેમજ છેલ્લા શિવરાત્રીનાં દિવસે રવાડી નીકળે છે. અને મૃગીકુંડમાં સ્નાન કરી મેળો પૂર્ણ કરે છે. આ મેળો આધ્યાત્મિક મેળો છે. આ મેળામાં ભારત સાધુ-સંતો અને અનુયાયીઓ પધારે છે. એટલું જ નહીં મેળામાં વિદેશથી પણ લોકો આવે છે. આ વિદેશી ભક્તો મેળા પૂર્વે ભારત પહોંચી જાય છે. અને મેળામાં હાજર રહી આધ્યાત્મિક અનુભુતિ મેળવે છે. પરંતુ ચાલુ વર્ષે વિશ્વમાં કોરોના વાયરસની અસર છે. તેને કારણે ભારતમાં આવતા વિદેશી યાત્રાળુઓની કડક રીતે તપાસ થઇ રહી છે. પરિણામે વિદેશી ભાવિકો મેળામાં આવવાનું ટાળી રહ્યાં છે.આભાર – નિહારીકા રવિયા  મેળામાં ઓસ્ટ્રેલીયાનું કપલ આવતું હતું. જે વર્ષોથી અમારી હોટેલમાં ઉતરતું હતું. આ વર્ષે પણ રૂમ બુક કરાવ્યો હતો. પરંતુ કોરોના વાયરસનાં કારણે આવ્યા નથી. અને બુક કરેલો રૂમ રદ કરાવ્યો છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.