નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ૪ લોકોના ઘટના સ્થળે મોત

ગુજરાત
ગુજરાત

રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ૪ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં . મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો.
 
મહારાષ્ટ્રના રાહતા તાલુકાના નિર્મલપીમ્પ્લી ગામના નંદકિશોર, ઘોરપડે ગોરક્ષા એકનાથ, કોલાર ગામના પ્રવીણ સારંગધર શિરસાઠ અને કિશોર રાજારામ કોલ્હે એક કારમાં વાયા રાજપીપળા વડોદરા જિલ્લાના કુબેર ભંડારી દાદાના દર્શનાર્થે ગયા હતા. દર્શન કરી તેઓ ત્યાંથી વહેલી સવારે પરત નીકળ્યા હતા. દરમિયાન ૨૩મી સવારે ૬ વાગ્યાની આસપાસ રાજપીપળા અને વિશાલ ખાડી વચ્ચે આવતા ભયજનક વળાંકમાં તેમની કારનો સામેથી આવતી ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ચારેય કાર સવારોનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.
 
ગમખ્વાર અકસ્માતને પગલે ત્યાં સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. બાદ રાજપીપળા નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં ચારેયના મૃતદેહોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. નર્મદા પોલીસે આ અકસ્માત મામલે કાર્યવાહી હાથ ધરી છે.
 
દર્શન કરીને પરત ફરતી વખતે રાજપીપળા નજીક વિશાલ ખાડી પાસેના ભયજનક વળાંક પર કાર ટ્રક સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે એમ્બ્યુલન્સનો સંપર્ક થઇ શકતો ન હતો. ડુંગર પર જઇને ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.