૧૩ વર્ષના બાળક સાથે પરિણિત પાડોશીએ જબરજસ્તી સંબંધ બાંધવાનો કર્યો પ્રયત્ન, બાળકે કર્યો વિરોધ તો આપ્યા ડામ

નોઈડા: બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણિત મહિલા પર 13 વર્ષના બાળકના પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપવાનો આરોપ આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પડોશમાં રહેતી મહિલા સગીર બાળક સાથે જબરજસ્તી સંબંધ બનાવવા ઈચ્છતી હતી. પરંતુ છોકરો વિરોધ કરી રહ્યા હતા. મહિલાની ઉંમર 20-25 વર્ષની વચ્ચેની જણાવવામાં આવી રહી છે. છોકરાની માતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, મહિલા વાંરવાર તેના દીકરાનું યૌન શોષણ કરી રહી હતી. તે દિવસે પણ તેને એકલો જોઈને બહાનુ કરીને તેના ઘરે લઈ ગઈ હતી.
 
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે સગીર બાળક સાથે ચાર દિવસ પહેલાં આ ઘટના બની હતી. તેની માતાએ મંગળવારે બાદલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
- પોલીસનું કહેવું છે કે, પીડિત છોકરાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમાં ઈંજરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આરોપી મહિલા સામે પોક્સો એક્ટ સહિત અન્ય કલમ અંર્તગત તપાસ કરવામાં આવી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.