વાવ તાલુકામાં વિકાસના ર કરોડના કામોમાં પ્રભારી મંત્રીએ ગેરરીતી કરી હોવાના આક્ષેપો

ચાર માસ અગાઉ વાવ તાલુકા કક્ષાએથી ર૦૧૯-ર૦ ના વર્ષના ૪૯ વિકાસ શીલના કામો માટે તા.પં.પ્રમુખ, તા.ભાજપ પ્રમુખ એ.ટી. વી.ટી. સદસ્ય તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના સદસ્યોને વિશ્વાસમાં રાખી રોડ, રસ્તા, શિક્ષણ જેવા વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપી જીલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજનને જિ.પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે બદલી નાખી ર કરોડમાંથી માત્ર ૩૦ લાખની ‘અંગભૂત યોજના’ માં સમાવેશ કરાયો છે અને રૂપિયા ૧ કરોડ ૭૦ લાખની ૪૯ વિકાસશીલની ગ્રાન્ટનો કડદો કુટાઈ જતાં વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાંનજીભાઈ રાજપુત લાલધુમ બની ઉચ્ચસ્તરે રજુઆતો કરી જણાવ્યું છે કે તમામ સદસ્ય મિત્રોને વિશ્વાસમાં લઈ અને ર૦૧૯-ર૦ ના વર્ષનું ૪૯ વિકાસ શીલનું આયોજન કરાયું હતું. જેમાં પ્રભારી મંત્રી એ ફેરફાર કરતાં વાવ તાલુકાના સદસ્ય મિત્રો અને સરપંચ મિત્રોની લાગણી દુભાઈ છે. વાવ તા.પંચાયતના ર  કરોડના ૪૯ વિકાસ શીલના આયોજનમાં ૮પ% રકમનો ફેરફાર કરવા પાછળ પ્રભાર મંત્રી તરફ શંકાની આંગળી ચીંધાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વાવ તા.પંચાયતમાં ૪ર લાખના એલ.ઈ.ડી.કૌભાંડ પણ  પ્રભારી મંત્રીની ભૂમિકા શકમંદ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. જાકે ૪૯ વિકાસ શીલના ર૦૧૯-ર૦ ના જુના આયોજન પ્રમાણે વાવ તાલુકાએ ર કરોડની પુરતી ગ્રાન્ટ નહી  ફાળવવામાં આવે તો વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની તા.પં.પ્રમુખ કાંનજીભાઈ રાજપુતે જણાવ્યું છે વાવ તા.પંચાયત એસોશિયનને આવેદનપત્ર પાઠવ્યું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.