ભારતે ન્યૂઝીલેન્ડને ૬ વિકેટે હરાવ્યું,T-૨૦માં સૌથી વધુ ચોથી વખત ૨૦૦+નો ટાર્ગેટ ચેઝ કર્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

 ભારતે પ્રથમT-૨૦માં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ન્યૂઝીલેન્ડને ૬ વિકેટે હરાવ્યું છે. ભારતે ૨૦૪ રનનો ટાર્ગેટ ૧૯ ઓવરમાં ચેઝ કર્યો હતો. ટીમ ઇન્ડિયાએT-૨૦માં સૌથી વધુ ચોથી વખત ૨૦૦+નો ટાર્ગેટ ચેઝ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ ૨ વાર, જયારે સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વિન્ડીઝ, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશે ૧-૧ વાર ૨૦૦+નો ટાર્ગેટ ચેઝ કર્યો છે. ભારત ૫ મેચની સીરિઝમાં ૧-૦થી આગળ છે. બીજીT-20 ૨૬ જાન્યુઆરીએ આ મેદાન પર જ રમાશે.
 
રનચેઝમાં લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરે ફિફટી મારી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાહુલે ૨૭ બોલમાં ૪ ફોર અને ૩ સિક્સની મદદથી ૫૬ રન કર્યા હતા. જ્યારે ઐયરે ૨૯ બોલમાં ૫ ફોર અને ૩ સિક્સ થકી ૫૮ *રન કર્યા હતા. તેમજ કેપ્ટન વિરાટ કોહલીએ ૪૫ રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે ઈશ સોઢીએ ૨ વિકેટ, જયારે મિચેલ સેન્ટનર અને ટિકનેરે ૧-૧ વિકેટ લીધી હતી.
 
  • ૧૩ ઈશ સોઢી
  • ૧૧ ઉમર ગુલ
  • ૧૦ ડી ચમીરા/ શેન વોટ્સન/ મિચેલ સેન્ટનર
વિરાટ કોહલી ટિકનેરની બોલિંગમાં ગુપ્ટિલ દ્વારા કેચ આઉટ થયો હતો. ગુપ્ટિલે ડીપ મિડવિકેટ પરથી દોડીને તેનો સારો કેચ ઝડપ્યો હતો. ઇન્ડિયન કેપ્ટને ૩૨ બોલમાં ૩ ફોર અને ૧ સિક્સની મદદથી ૪૫ રન કર્યા હતા. લોકેશ રાહુલ ઈશ સોઢીની બોલિંગમાં સાઉથીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૨૭ બોલમાં ૪ ફોર અને ૩ સિક્સની મદદથી ૫૬ રન કર્યા હતા. તે પહેલા રોહિત શર્મા મિચેલ સેન્ટનરની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર ટેલરના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતને આઉટ કરીને કિવિ સ્પિનરેT-20માં ૫૦મી વિકેટ લીધી.
 
 
ન્યૂઝીલેન્ડે પાંચT-20  સીરિઝની પ્રથમ મેચમાં ભારતને ૨૦૪ રનનો લક્ષ્યાંક આપ્યો છે. કિવિઝે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૨૦૩ રન કર્યા છે. તેમના માટે ઓપનર કોલિન મુનરો, કેન વિલિયમ્સન અને રોસ ટેલરે ફિફટી ફટકારતા અનુક્રમે ૫૯, ૫૧ અને ૫૪ રન કર્યા હતા. ભારત માટે શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરે ૧-૧ વિકેટ લીધી હતી.
 
મુનરોએT-20 માં કરિયરની ૧૦મી ફિફટી મારી હતી. તે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ડીપ સ્કવેર લેગ પર ચહલ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે ૪૨ બોલમાં ૬ ફોર અને ૨ સિક્સની મદદથી ૫૯ રન કર્યા હતા. તે પહેલા માર્ટિન ગુપ્ટિલ શિવમ દુબેની બોલિંગમાં ડીપ સ્કવેરલેગમાં રોહિતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૧૯ બોલમાં ૪ ફોર અને ૧ સિક્સની મદદથી ૩૦ રન કર્યા હતા.ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પાંચT-20 ની સીરિઝની પ્રથમ મેચમાં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડમાં ભારત અત્યાર સુધીમાં ૫T-20  રમ્યું છે અને તેમાંથી માત્ર એક જીત્યું છે. ભારતે ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના ઓકલેન્ડમાં જ યજમાનને ૭ વિકેટે હરાવ્યું હતું. બંને દેશ વચ્ચે ૧૧T-20  રમાઈ છે. ટીમ ઇન્ડિયાએ ૩ મેચમાં જીત મેળવી, જ્યારે ૮માં હારનો સામનો કર્યો છે.
 
રોહિત શર્મા, કેએલ રાહુલ(વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર.
કેન વિલિયમસન (કેપ્ટન),કોલિન મુનરો, માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સેઈફર્ટ (વિકેટકીપર), હમિશ બેનેટ, ઇશ સોઢી, ટિમ સાઉથી અને બ્લેર ટિકનર.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.