02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / 3 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 19 દિવસમાં મળી ફાંસીની સજા, જજે ફેંસલામાં લખી માર્મિક કવિતા

3 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 19 દિવસમાં મળી ફાંસીની સજા, જજે ફેંસલામાં લખી માર્મિક કવિતા   02/09/2018

ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે સ્પેશિયલ કોર્ટે આરોપી વિનોદને ફાંસી અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે. પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી. કોર્ટે મામલાને દુર્લભતમ શ્રેણીમાં ગણીને 29મા દિવસે ફાંસીની સજા સંભળાવી દીધી. જિલ્લામાં પોક્સો ઍક્ટમાં મૃત્યુદંડનો આ પહેલો મામલો છે. જાતીય શોષણના અપરાધોમાં બાળકો માટે પ્રોટેક્શન ઍક્ટ તેમજ ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ પ્રોટેક્શન કમિશન ઍક્ટના સ્પેશિયલ કોર્ટના જજ નીરજા દાધીચે ફેંસલો સંભળાવ્યો. કોર્ટે આદેશ આપ્યો કે ચાર દિવસમાં રેફરન્સ હાઇકોર્ટમાં મોકલવામાં આવે. અલીપુરા લાલસોટ નિવાસી વિનોદે 2 ઓગસ્ટના રોજ મલસીસરની નજીક ડાબડી ધીરસિંહની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. મામલામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર લોકેન્દ્રસિંહ ખુડાનિયાએ સરકાર તરફથી પક્ષ રજૂ કર્યો. દોષી તરફથી કોઇએ પક્ષ રજૂ ન કર્યો.
 
દુષ્કર્મની શિકાર બનેલી માસૂમ બાળકીના હૃદયમાં કાણું છે. ફેંસલાના સમયે માસૂમની માતા અને નાના તેને સારવાર માટે જયપુર લઇને ગયા હતા.
 
માસૂમ સાથે દુષ્કર્મના આરોપમાં મૃત્યુદંડની સજા મેળવનારા વિનોદ બંજારાની પત્નીએ વીસ દિવસ પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો છે. ફેંસલો સાંભળતી વખતે આરોપીએ કોઇ પ્રતિક્રિયા કરી નહીં, તે ચૂપચાપ ઊભો રહ્યો.
 
સિનિયર પોલીસ અધિકારી રાજેન્દ્રપ્રસાદ ગોયલે જણાવ્યું કે, આ મામલાને ગંભીરતાથી લઇને પોલીસે કેસ ઓફિસરને સ્કીમમાં સામેલ કર્યા. તેના કારણે મામલામાં અનુસંધાન કરવામાં તપાસ અધિકારીનું કામ સરળ થઇ ગયું.
 
અનુસંધાન અધિકારી મમતા સારસ્વતે જણાવ્યું કે પોલીસે પીડિતાને ન્યાય અપાવવા માટે સતત કામ કર્યું. 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી. આશરે 20 સાક્ષીઓના નિવેદન નોંધાવ્યા.
 
'વો માસૂમ નાઝુક બચ્ચી એક આંગનકી કલી થી,
વો મા-બાપકી આંખકા તારા થી, અરમાનોંસે પલી થી.
 
જિસકી માસૂમ અદાઓંસે મા-બાપકા દિન બન જાતા થા, 
જિસકી એક મુસ્કાન કે આગે પથ્થર ભી મોમ બન જાતા થા.
 
વો છોટી સી બચ્ચી, ઢંગસે બોલ નહીં પાતી થી, 
દિખાકે જિસકી માસૂમિયત, ઉદાસી મુસ્કાન બન જાતી થી.
 
જિસને જીવનકે કેવલ તીન બસંત હી દેખે થે, 
ઉસપે યહ અન્યાય હુઆ યહ કૈસે વિધિકે લેખે થે.
 
એક તીન સાલકી બેટી પે યહ કૈસા અત્યાચાર હુઆ, 
એક બચ્ચી કો દરિંદેસે બચા નહીં સકે, યહ મુલ્ક કૈસા લાચાર હુઆ.
 
ઉસ બચ્ચી પર ઝુલ્મ હુઆ, વહ કિતની રોઈ હોગી, 
મેરા કલેજા ફટ જાતા હૈ તો મા કૈસે સોઈ હોગી.
 
જિસ માસૂમકો દેખકે મનમેં પ્યાર ઉમડકે આતા હૈ, 
દેખ ઉસીકો મનમેં કુછ હૈવાન ઉતર આતા હૈ.
 
કપડોંકે કારણ હોતે રેપ જો કહે, ઉન્હેં બતલાઉં મૈં, 
આખિર તીન સાલકી બચ્ચીકો સાડી કૈસે પહનાઉં મૈં.
 
ગર અબ ભી ના સુધરે તો એક દિન ઐસા આયેગા, 
ઇસ દેશકો બેટી દેનેસે ભગવાન ભી ગભરાયેગા.'
 
જજ નીરજા દધીચે કહ્યું, બાળકીઓ સુરક્ષિત નથી અને લોકો હવે બાળકીઓને કોઇ સંબંધીઓને ત્યાં, બજાર કે સ્કૂલ મોકલવામાં પણ સંકોચ કરવા લાગ્યા છે. એટલે જો આ કેસને તમામ પરિસ્થિતિઓની સાપેક્ષમાં જોવામાં આવે તો આ કેસ સાચે જ દુર્લભતમ છે. પોતાની હવસ અને વાસનાને તૃપ્ત કરવા માટે આરોપીએ ત્રણ વર્ષની અબોધ બાળકીની સાથે હીન કૃત્ય કર્યું.

Tags :