સુરતઃ જૈન સમાજ માટે સૌથી મોટો ઉત્સવ, ધનાઢ્ય પરિવારે ભવ્ય વરઘોડો કાઢી સંયમનો માર્ગ અપનાવ્યો

ગુજરાત
ગુજરાત

હીરાની ચમક આપનાર હીરા વેપારી દુનિયાની ચમક થી દુર જઈ સંસારનો માર્ગ ત્યાગી સંયમનો માર્ગ અપનાવશે આવનારી ૨૯ તારીખે પોતાના પરિવાર સાથે દીક્ષા લઇ સંસારની જગમગતી ચમક ને છોડી દીક્ષા ગ્રહણ કરશે.
સુરતના જેન સમાજ માટે સૌથી મોટો ઉત્સવ આવ્યો છે. સુરતમાં આગામી એક અઠવાડિયામાં ૧૦૦ લોકો દીક્ષા લેવાના છે. સુરતના હીરા વેપારી પરિવાર સહીત માત્ર દિક્ષા નહિ લેશે પરંતુ સંયમનો માર્ગ કેમ આપનવવો એનો સંદેશો પણ આપશે. પોતાની સંપૂર્ણ સંપત્તિ દીક્ષા મહોત્સવન ભવ્ય સમારોહમાં અને ગરીબોને દાન આપશે, જેને લઈ ભવ્ય વરઘોડો આજે સુરતના અદાજણ ખાતે જોવા મળ્યો હતો, વરઘોડામાં મોટી સંખ્યામાં જૈન લોકો જોડાયા હતા. ધોલ નગારા, હાથી ઘોડા અને સુંદર પાલકીઓમાં દુલ્હનની જેમ સજેલી બે દીકરીઓ સહિત હીરા વેપારી અને તેમની પત્ની જોવા મળ્યા હતા.
આ પરિવાર લોકોને નરક જીવનનું હોરર શો બતાવી સંયમનો માર્ગ સજાવશે. ૨૯ જાન્યુઆરીના સુરત પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા પરિવારના ૪ સભ્યો જૈન દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થઈ જશે.
 
પોતાના જીવનના ૨૦ વરસ હીરા ઉદ્યોગને આપનાર વિજય મહેતા પોતાની પત્ની સંગીતા અને બે દીકરીઓ સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે. વિજય મહેતા હીરાના વેપારી છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હતા.વિજય પરંતુ ૬ વર્ષ પહેલાં તેઓએ વેપારને મહત્વ આપવાનું ઓછું કરી દીધું હતું. કારણ કે, તે સમયે તેમને લાગ્યું હતું કે, ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી ? આ જ કારણે તેઓએ પોતાના પરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યો. એવું જ નહીં પોતાની તમામ સંપત્તિ કે જેણે તેઓએ પોતાની મહેનતથી વર્ષોમાં ઊભી કરી હતી. તેને પણ વેચવાનો નિર્ણય કરી દીધો છે. આ સંપત્તિથી તેઓ લોકોને નરકમાં કેવું જીવન હોય છે. એ કેટલો ભયાવહ હોય છે. તેનું એ.આર ટેકનોલોજીથી બતાવશે. તેમજ બાકીની રકમ ગરીબોને દાન કરશે.
 
સુરતના હીરા વેપારી વિજય મહેતા અને તેમના ધર્મ પત્ની સંગીતા મહેતા તેમની ૨ દીકરી દ્રષ્ટિ મહેતા અને આંગી મહેતા ૨૯ જાન્યુઆરીએ દીક્ષા લેશે. આ પરિવારમાં અગાઉ ૨ વર્ષ પહેલાં૧૭ વર્ષની દીકરી ઋત્વિ કુમારીએ દીક્ષા લીધી હતી. અને તેનાથી પ્રેરાઈને આજે આખો પરિવાર દીક્ષા લેવા જઈ રહ્યો છે. હીરા વેપારી વિજય મહેતા પોતાની કરોડોની સંપત્તિ દીક્ષા મહોત્સવ અને ગરીબોને દાન કરશે.
 
સુરતના હીરા વેપારી વિજય મહેતાનો મૂળ બનાસકાંઠાના સુઈ ગામના વતની છે અને છેલ્લા ૨૦ વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે. વિજય મહેતા હીરાના વેપારી છે અને તેમની કંપનીનું કરોડોનું ટર્નઓવર છે. આજથી છ-સાત વર્ષ પહેલા તેમણે પોતાના ધંધામાં ધ્યાન આપવાનું ઓછું કરી દીધું હતું અને આધ્યાત્મિક માર્ગે વળ્યા હતા. દીક્ષા લેતા આ પરિવારે દેશ-વિદેશની અનેક જગ્યાની મુલાકાત લીધી છે. જીવનમાં તમામ શોખ પૂરી કરી લીધા છે. પરિવારની એક દીકરી પહેલા જ દીક્ષા લઈ ચુકી છે. પોતાની બંને દીકરીઓ સાથે દીક્ષા લેતા પહેલા વિજય મહેતા દુબઈ અને શારજાહ ફરવા ગયા હતા.
 
ડાયમંડ વેપારીની પત્ની સંગીતાને કપડાનો ખૂબ જ શોખ હતો. તે એકવાર જે સાડી પહેરતી તેને તે બીજી વાર ન પહેરતી હતી. તે ઉપરાંત કાર, બંગલા, મોંઘા ગેજેટ, સાડી, આભૂષણ અને લક્ઝુરિયસ લાઈફ જીવનાર સંગીતાને લાગ્યું કે, તેઓ આ સંસારમાં થનાર પાપમાં પોતાની દીકરીઓને આવવા દેશે નહિ. આ જ કારણે તેઓએ પોતાની બંને દીકરીઓની પણ સાથે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
 
ઉલ્લેખનીય છે કે, અગાઉ પરિવારની એક દીકરીએ દીક્ષા લીધી હતી. પોતાની બહેનને દીક્ષા લેવા બાદ આનંદિત અને સુખમય જોઈ વિજય મહેતાની અન્ય બે દીકરીઓએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી ૧૭ વર્ષીય દષ્ટિએ ધોરણ ૧૨ માં ૭૦ ટકા મેળવી ચૂકી છે. તેમજ સી.એ બનવા માંગતી હતી. પરંતુ પોતાની બહેન ઉપર જે આનંદ દીક્ષા લેવા બાદ જોયું તેને લાગ્યું કે સી.એ બનવા બાદ પણ તે આનંદને મેળવી શકશે નહીં. જ્યારે બીજી દીકરી ૧૪ વર્ષીય આંગી પણ દિક્ષા અંગીકાર કરી ભૌતિક સુખને ત્યાગ કરવા આતુર છે.ત્યારે આવનારી ૨૯ તારીખે આ હીરા પરિવાર સંસાર નો માર્ગ ત્યાગી સંયમ નો માર્ગ અપનાવી દીક્ષા ગ્રહણ કરશે..
 
વિજયભાઈના પત્નીએ જણાવ્યું હતું કે, મારી પેટે ત્રણ દીકરીઓ જન્મી ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે, મારે ત્રણેયને સંસારમાં ઉછેરવી નથી. આ સ્વાર્થી અને દુઃખમય સંસારમાં મારી દીકરીઓને દાસી બનાવવી ન હતી. આ માટે હું ત્રણેય દીકરીઓ સામેથ ગુરુ મહારાજ સાથે રહેવા ચાલી ગઈ હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.