ખેડુતો માટે ખેતીની ખરી સિઝન સમયેજ રાજય સરકાર દ્વારા ખેડુતો સાથે અન્યાય કરાતો હોવાનો સુર

ગુજરાતના ખેડુતો માટે ખેતીની ખરી સિઝન સમયેજ: રાજય સરકાર દ્વારા ખેડુતો સાથે અન્યાય કરાતો હોવાનો સુર 
 
 
 ખેડૂતોને સુક્ષ્મ સિંચાઈ માટે સબસીડી આપવામાં રાજય સરકારની બેધારી નીતિ: ખેડુતો સાથે અન્યાય કરાતો હોવાનો સુર
 
 
               ગુજરાતમાં સુક્ષ્મ સિંચાઈ પધ્ધતિ અપનાવી અનેક ખેડુતો સમૃદ્ધ થયા છે અને સારૂ એવું ખેત ઉત્પાદન મેળવતા થયા છે. પરંતુ કેટલીકવાર સરકારના અણઘડત નિર્ણયના કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડતી હોવાના દાખલા સામે આવે છે. તેવી જ રીતે સુક્ષ્મ સિંચાઈ માટે સબસીડી આપવામાં જીજીઆરસી દ્વારા વારંવાર નિર્ણયોમાં ફેરફાર કરી તેમજ બેધારી નીતિ અપનાવી ખેડુતો સાથે અન્યાય કરાતો હોવાનો સુર ઉઠવા પામ્યો છે. 
ગુજરાત સરકારની સુક્ષ્મ સિંચાઈ માટે કામ કરતી જીજીઆરસી દ્વારા ચાલુ વર્ષે તા. ર૧/પ/ર૦૧૮ ના રોજ જાહેરનામુ બહાર પાડી ખેડુતોને સુક્ષ્મ સિંચાઈ પધ્ધતિમાં સબસીડી આપવા પરિપત્ર કરાયો હતો કે ખેડૂતોએ તેમના ખેતરની ડીઝાઈન અને ફાઈલ દાખલ કર્યા બાદ સુક્ષ્મ સિંચાઈ પધ્ધતિ માટે સાધનો પુરા પાડતી કંપની ખેડુતોને માલસામાન પુરો પાડી શકશે. બાદમાં તા.૧૬-૭-ર૦૧૮ ના રોજ જીજીઆરસી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી  ખેડુતોને ડીઝાઈન અને ફાઈલ દાખલ કર્યા બાદ જીજીઆરસી, ખેડુતો અને સૂક્ષ્મ સિંચાઈના સાધનો પુરા પાડતી કંપની વચ્ચે એગ્રીમેન્ટ થયા બાદ જ માલસામાન આપવા પરિપત્ર કરવામાં આવ્યો હતો. 
પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિસ્તાર એવા સૌરાષ્ટ્રમાં તે વખતે ખેતીની ખરી સિઝન હોવાથી સરકારે સૌરાષ્ટ્રના ખેડુતોના હિતમાં તા. ૧૬/૭/ર૦૧૮ નો પરિપત્ર રદ કરી તા. ર૯/૮/ર૦૧૮ ના રોજ ફરીથી પરિપત્ર જાહેર કરી જુની કાર્યપ્રણાલી કાયમ કરી ખેડુતોની સમસ્યા હળવી કરી હતી.દરમિયાન, જ્યારે ઉત્તર ગુજરાતના ખેડુતો માટે ખેતીની ખરી સિઝન આવી ત્યારે તા. ૧ર/૧૦/ર૦૧૮ ના રોજ જીજીઆરસીએ નવો ફતવો બહાર પાડી જીજીઆરસી, ખેડૂત અને સુક્ષ્મ સિંચાઈના સાધનો પુરા પાડતી કંપની વચ્ચે એગ્રીમેન્ટ થયા બાદ માલસામાન આપવાનો આદેશ કરી ઉત્તર ગુજરાતના ખેડુતો સાથે અન્યાય કર્યો હતો. જેના કારણે ખેડુતોને સબસીડી ન મળતાં ભોગવવાનો વારો આવ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.