અમેરિકામાં મેડિસન સ્ક્વેર થી પણ ભવ્ય 'હાઉડી મોદી શો' યોજાશે

 2014માં બહુમતથી PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેરમાં હજારોની સંખ્યામાં ભારતીયોને સંબોધ્યા હતા. આ કાર્યક્રમને વિદેશમાં અત્યાર સુધીમાં કોઈપણ ભારતીય નેતા તરફથી કરવામાં આવેલો સૌથી લોકપ્રિય કાર્યક્રમ માનવામાં આવે છે.ત્યારે 2019માં બીજી ટર્મ સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહીને અમેરિકામાં 22 સપ્ટેમ્બરે એક મેગા શો કરશે. આ મોદીનો વિદેશમાં અત્યાર સુધીમાં સૌથી મોટો કાર્યક્રમ થઈ શકે છે.આ મેગા શો માં અમેરિકામાં વસેલા ભારતીય તેમને પૂછશે કે-'હાઉડી મોદી'. 'હાઉડી' હાઉ ડુ યુ ડુ (તમે કેમ છો)નું સંક્ષિપ્ત રુપ છે. તેઓ યુએનના વાર્ષિક કાર્યક્રમમાં ભાગ લેશે. જે પછી તેઓ ટેક્સાસ જશે.નરેન્દ્ર મોદીના ટેક્સાસમાં 22 સપ્ટેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં 75 હજારથી વધુ લોકોની ભીડ એકઠી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ માટે અલગથી વેબસાઈટ પણ બનાવવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર કેમ્પેઈન પણ ચાલી રહ્યું છે.
 
આ સાથે જ રંગારંગ કાર્યક્રમ માટે બે ફેમસ બોલિવૂડ હસ્તીનો સંપર્ક પણ સાધવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર જેમાંથી એક બોલિવૂડ સ્ટારે હા પાડી છે.જોકે, હજુ તેમાં અનેક સરપ્રાઈઝ એલિમેન્ટ સામે આવવાના બાકી છે. ગૂગલના સીઈઓ સુંદર પીચાઈને પણ આ કાર્યક્રમમાં આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ આયોજન ટેક્સાસના મોટા ફૂટબોલ સ્ટેડિયમમાં થઈ રહ્યું છે. જેની ક્ષમતા 75 હજાર દર્શકોની છે. આયોજકોને લાગી રહ્યું છે કે સમગ્ર સીટ બુક થઈ જશે. જોકે, શોમાં આવવા માટે કોઈ ટિકિટ રાખવામાં આવી નથી. જોકે, પ્રી બુકિંગ જરુરી છે. અત્યાર સુધીમાં 46 હજાર લોકો બુકિંગ કરાવી ચૂક્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઉપરાંત પીએમ મોદી આ જ વર્ષે મોસ્કોમાં પણ ત્યાં વસતા ભારતીય વચ્ચે એક કાર્યક્રમ કરી શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.