02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / લોકો જાગી ગયા છે પરંતુ વિપક્ષ જાગવા તૈયાર નથી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકો જાગી ગયા છે પરંતુ વિપક્ષ જાગવા તૈયાર નથી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી   14/09/2018

 
        ૨૦૧૪માં જે રીતે લોકોએ કોંગ્રેસ પર ગુસ્સો ઠાલવ્યો હતો તે જ રીતે આ વખતે પણ વિપક્ષના દુષ્પ્રચાર અને જૂઠાણાંને સ્વીકારશે નહીં.
 
બૂથ સ્તરના કાર્યકર્તાને પણ ટોચની નેતાગીરી મળી શકે છે.આગામી ચૂંટણીમાં તેનાથી પણ મોટી આંધી આવવાની હોવાથી દુષ્પ્રચાર અને ખોટી અફવા ફેલાવે છે.  આવું માત્ર ભાજપમાં જ શક્ય છે. પક્ષપ્રમુખ, રાજ્યોના મંત્રી કે મુખ્યમંત્રી બધાએ બૂથસ્તરેથી જ કામગીરી શરૂ કરી હતી. અહીં કોઈ વ્યક્તિ સ્થાયી નથી. મોદીએ કહ્યું કે, આજે હું અહીં છું તો કાલે કોઈ બીજું હશે આવું ભાજપમાં જ શક્ય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું છે કે, ભાજપમાં નામથી નહીં કામથી નેતૃ¥વ નક્કી થાય છે. 
 
 
 
   કોંગ્રેસ પરિવાર કલ્યાણમાં મસ્ત છે. જ્યારે ભાજપ રાષ્ટ્ર નિર્માણમાં વ્યસ્ત છે.ભાજપમાં મારું બૂથ સૌથી મજબૂત કાર્યક્રમ હેઠળ જયપુર, નવાડા, હજારીબાગ, ગાઝિયાબાદ અને અરુણાચલના ભાજપના કાર્યકરોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ ૨૦૧૪ની હાર સ્વીકારી શકી નથી. ભાજપના કાર્યકર્તાઓએ તથ્યોના આધારે લોકો સમક્ષ વાત રજૂ કરવી પડશે. લોકો જાગી ગયા છે પરંતુ વિપક્ષ જાગવા તૈયાર નથી. 

Tags :