જુનાડીસા ગામના યુવાનને દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ

ડીસા : ડીસા તાલુકાના જુનાડીસા ગામના યુવાને દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ મેળવી બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ મબુંઈ ખાતે ટેકનોલોજી ક્ષેત્રે અભ્યાસ કરતા જુનાડીસાના હોનહાર યુવાન જયેશ મેવાડાએ માધ્યમિક સુધીનો અભ્યાસ ડીસા  તેમજ ઉચ્ચ માધ્યમિકનો અભ્યાસ પાલનપુર ખાતે કર્યો હતો. 
ડીસા તાલુકાના જુનાડીસા ગામના રહેવાસી અને હાલ તરીકે ફરજ બજવતા સેવંતીલાલ મેવાડાના પુત્ર જયેશ મેવાડાએ તાજેતરમાં દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે  ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ટેકનોલોજી ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓના રાષ્ટ્રીય એવોર્ડ વિતરણ અને સન્માન સમારોહમાં જુનાડીસાના જયેશ મેવાડાને પણ રિસર્ચ તરીકે ઇન્સ્ટીટયુટ ઓફ કેમિકલ ટેક્નોલજી ક્ષેત્રે સિધ્ધિ  હાંસલ કરવા બદલ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુજીના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. ગાંધીયાન યંગ ટેકનોલોજી ઇનોવેશન ૨૦૧૯ ના એવોર્ડ વિતરણ સમારોહમા  કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સહિત અન્ય મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી ભારતીય યુવાનોની ક્ષમતા અને ટેલેન્ટની સરાહના કરી હતી. ડો.જયેશ મેવાડાએ જણાવ્યું હતું કે ગાંધીયાન યંગ ટેકનોલોજી ઇનોવેશન ૨૦૧૯ ના એવોર્ડમાં માત્ર ૧૫ જણને એવોર્ડ મળે છે. હાલમાં ઉધોગોના વેસ્ટ  કેમિકલથી પાણી દૂષિત થઈ રહ્યું છે જેને અટકાવવા માટે શું કરી શકાય છે તે વિષય પર મેં રિસર્ચ કર્યું છે.આ રિસર્ચ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત" અભિયાનને સફળ બનાવવામાં બહુમૂલ્ય યોગદાન આપી શકે તેમ છે ત્યારે મને આ રિસર્ચ માટે એવોર્ડ મળ્યો એ મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.