પોળોના જંગલમાં ટુ-વ્હીલર સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

સાબરકાંઠા : પોળોના જંગલમાં વાહનોના પ્રદુષણથી થતા વ્યાપક નુકશાનને લઈને સાબરકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ  પ્રવિણા ડી.કે મળેલી સતાના રૂએ કેટલાક પ્રતિબંધક આદેશ જાહેર કર્યા છે જે અંતર્ગત વિજયનગર તાલુકાના પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ ખાતે શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવાના પગલા લેવાના ભાગરૂપે પોલ્યુશન ફ્રી ઇકો ટુરીઝમ માટે ટુ-વ્હીલર સીવાયના તમામ ભારે વાહનો ફોરેસ્ટ નાકાની બહાર પાર્ક કરવા.શારણેશ્વર મંદિરના ફોરેસ્ટે નાકાથી ગાજીપીરની દરગાહ સુધીના રોડ ઉપર મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારે વાહનોને અભાપુરના રહિશશ્રી ભરતગીરી ગુરૂ આત્માનંદ ગીરીના માલિકીના સ.નં. ૬૬ માં પાર્કીગ માટે જણાવવામાં આવ્યું છે. ઉપર્યુક્ત પ્રતિબંધ સ્થાનિક રહિશોના પોતાના માલિકીના વાહનો તેમજ સરકારીવાહનો/સરકારી કામે રોકાયેલા વાહનો, આકસ્મિક સંજોગોને પહોચી વળવા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે એમ્બુલન્સ, અગ્નિશામક વાહન વિગેરેને લાગુ પડશે નહી. આ જાહેરનામુ ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ ૧૮૮ મુજબ દંડને પાત્ર થશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.