પાલનપુરમાં પોલીસ હેડ કવાર્ટરના બંધ મકાનમાં આગ ભભૂકી

પાલનપુરઃ પાલનપુરના પોલીસ હેડ ક્વાર્ટર્સમાં આવેલા એક ક્વાર્ટરમાં બુધવારે મોડી સાંજે પરિવાર બહારગામ ગયેલો હતો અને મકાનના રસોડામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.જેને લઇ સમગ્ર બ્લોકમાં અફરાતફરી મચી હતી પાલિકાના ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો.
 
પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક આવેલા હેડ ક્વાર્ટર્સના બી બ્લોકના 17 નંબરના ક્વાર્ટર્સમાં બુધવારે મોડી સાંજે પરિવાર બહાર ગયેલો હતો જેને લઇ ક્વાર્ટર બંધ હતું અને તે સમયે અચાનક રસોડામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતાં સમગ્ર બ્લોકમાં અફરાતફરી મચી ગઈ હતી.આગના ગોટેગોટા જોઈ બ્લોકના લોકોએ બુમાબુમ કરતા ગણતરીની મિનિટોમાં જ બ્લોકના લોકો સહી સલામત નીચે ઉતરી ગયા હતા.
 
ઘટનાની જાણ હેડક્વાર્ટરમાં થતાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા તે બાદ ઘટનાની જાણ પાલનપુરના ફાયર ફાઇટરોને કરતાં ફાયર ફાઇટરના પાયલોટ બળદેવ ભાઇ સહિત ફાયરમેન શામળભાઇ તેમજ સંજય ભાઇએ ઘટનાસ્થળે પહોંચી ફાયર પર લાગેલી લેડરની મદદથી ક્વાર્ટરની બારીમાંથી પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ ૨૦ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જેને લઇ સદનસીબે જાનહાની ટળી હતી.જ્યારે ક્વાર્ટરમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાયું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.