હાર્દિકની તબિયત લથડતાં સોલા સિવિલમાં દાખલ, MICUમાં સારવાર શરૂ, પાટીદાર વિસ્તારોમાં પોલીસ એલર્ટ

હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડી જતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. અને હાલ તેની સોલા સિવિલના 6ઠ્ઠા માળે આવેલા MICU (મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ- તાત્કાલિક સઘન સારવાર એકમ)માં સારવાર શરૂ કરવામાં આવી રહી છે. હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ પડતા સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો.
 
સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ હાર્દિકે ગુરુવાર રાતથી જળનો ત્યાગ કર્યા બાદ તેને સતત ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવી રહ્યો હતો. હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી. હાલ તેને આઈસીયુ ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો, હોસ્પિટલના 6 માળે હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતાં. હાર્દિકને હોસ્પિટલ ખસેડાતા પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ હાઈ એલર્ટ કરી દેવાઈ છે.
 
હાર્દિકની તબિયત લથડવાના પગલે ગુજરાતભરના પાટિદાર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તેની તકેદારી સ્વરૂપે પોલીસને સ્ટેન્ડ ટૂ રાખી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, હાર્દિકના કથળી રહેલા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્ટિપલ ખાસે તેના માટે વિશેષ રૂમ સહિતની તૈયારીઓ આગોતરી કરી દેવામાં આવી હતી. ડોક્ટરનો ફોજને તૈયાર રાખવા ઉપરાંત વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ ફોર્સને પણ સોલા સિવિલ અને આસપાસના વિસ્તારોમાં તૈનાત રાખી દેવામાં આવ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.