લેડી પોલીસ ઈન્સપેક્ટરે પતિ સાથે મળીને બિઝનેસમેન પાસેથી રૂ. 50 લાખ લૂંટવાનો પ્લાન બનાવ્યો....બિઝનેસમેને તેને જ ફસાવી દીધી

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના શિપ્રાપથ પોલીસ સ્ટેશનમાં તહેનાત મહિલા સબ ઈન્સપેક્ટર બબીતા અને તેના વકીલ પતિ અમરદીપની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના પર ઓનલાઈન જાહેરાતમાં કામ કરતા એક ફર્મ સંચાલકને બિટકોઈન અને આઈટી એક્ટમાં ફસાવવાની ધમકી આપીને રૂ. 5 લાખીની લાંચ લેવાનો આરોપ છે. હકીકતમાં તેઓ પહેલાં રૂ. 50 લાખ માગી રહ્યા હતા ત્યારપછી સોદો રૂ. 45 લાખમાં નક્કી થયો હતો. બબીતાએ પોલીસ સ્ટેશનની સામે આવેલી એક રેસ્ટોરન્ટમાં પહેલો હપતો રૂ. 5 લાખ લઈને આવવાની વાત કરી હતી. પૈસા લેવા બબીતાએ અમરદીપને મોકલ્યો હતો. જ્યારે અમરદીપ રેસ્ટોરન્ટમાંથી પૈસા લઈને બહાર નીકળતો હતો ત્યારે જ એસીબીએ તેને પકડી લીધો હતો.
 
બબીતાના પતિ અમરદીપે ઓનલાઈન માર્કેટિંગ અને જાહેરાત ડિઝાઈનિંગમાં કામ કરતી એક ફર્મ બિટકોઈન મારફતે લાખોની લેણ-દેણ કરતા હોવાના પુરાવા ભેગા કરીને રાખ્યા હતા.
કંપનીના લેણ-દેણના ડેટાનો રેકોર્ડ સબ ઈન્સપેક્ટર બબીતાના પતિ અમરદીપ પાસે હતા. અમરદીપ તેની પત્ની મારફત આઈટી એક્ટમાં કેસ કરવાની ધમકી આપી રહ્યો હતો. તે 10 દિવસ પહેલાં ફર્મ સંચાલનને પણ મળ્યો હતો. અમરદીપ અને બબીતા ફર્મ સંચાલકને આઈટી એક્ટ અંતર્ગત ફરિયાદ ન કરવાના બદલામાં રૂ. 50 લાખની ડિમાન્ડ કરી રહ્યા હતા. ફર્મ સંચાલકે જ્યારે આટલી રકમ આપવાની ના પાડી ત્યારે બંને વચ્ચે રૂ. 45 લાખમાં સોદો નક્કી થયો હતો. ત્યારપછી બિઝનેસમેને એસીબીને ફરિયાદ કરી હતી.
ફરિયાદ પછી એસીબીએ આ કેસની હકીકત તપાસી અને જ્યારે સબ ઈન્સપેક્ટર બબીતા અને તેનો પતિ અમરદીપ બિઝનેસમેન પાસેથી હપતાની પહેલી રકમ લેવા રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા ત્યારે એસીબીએ તેમની ધરપકડ કરી લીધી હતી. 
એસીબીએ જ્યારે ઈન્સપેક્ટરના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેમને કરોડોની પ્રોપર્ટીની પણ ખબર પડી હતી.
 
એસીબીની તપાસમાં સામે આવ્યું કે, ફર્મમાં સોનુ નામનો એક યુવક કમિશન એજન્ટનું કામ કરતો હતો. સોનુને કંપનીની ઓનલાઈન લેણ-દેણ અને બિટકોઈન દ્વારા થતી લેણ-દેણની માહિતી હતી. 
- સોનુએ ફર્મનો બધો જ ડેટા પેન ડ્રાઈવમાં લીધો હતો અને આ પેન ડ્રાઈવ તેણે સબ ઈન્સપેક્ટર બબીતાના પતિ અમરદીપને આપ્યો હતો. ત્યારપછી અમરદીપે તેની પત્ની બબીતા સાથે મળીને ફર્મના સંચાલકને આઈટી એક્ટમાં ફસાવીને લાંચ લેવાની યોજના બનાવી હતી.
- એસીબીના એડિશનલ એસપી વરોત્તમ વર્માએ જણાવ્યું કે, ગયા સપ્તાહમાં ફર્મના સંચાલકે ફરિયાદ કરી હતી કે, ફર્મ ઓનલાઈન જ બિઝનેસ કરે છે અને ઓનલાઈન જ લેણ-દેણ થાય છે. બિટકોઈનનું કામ ફર્મ નથી કરતી.
 
બબીતા 2010 બેચની મહિલા સબ ઈન્સપેક્ટર છે. પાંચ મહિના પહેલાં બબીતાને જયપુર કમિશ્નરેટ પોલીસ લાઈન શિપ્રાપથ ટ્રાન્સફર કરવામાં આવી છે. તે ઘણાં સમયથી પોલીસ લાઈનમાં જ છે. આ પહેલાં બબીતા ઈસ્ટ જિલ્લાના પ્રતાપનગરમાં તહેનાત હતી. તે સમયે એક રેપની ફરિયાદ નહીં નોંધવાની અને આરોપીનો પક્ષ લેવાનો પણ આરોપ લાગી ચૂક્યો છે. ત્યારે તેને પ્રાથમિક તપાસ પછી સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.