વાવના અસારા ગામની “સમલીની સીમ”માંથી પાકિસ્તાની ઝડપાયો

વાવ: આંતરરાષ્ટ્રીય સરહદી સીમા ધરાવતા વાવ તાલુકાના કસ્ટમ રોડ પર આવેલા અસારા  ગામની સીમમાંથી પાકિસ્તાનનું અંતર માત્ર ર૦ કી.મી.નું છે ગતરોજ તા.૩૧/૭/ર૦૧૮ ની સાંજે અસારા ગ્રામજનો ગામથી ર કી.મી.દૂર આવેલી સમલી નામથી ઓળખાતી સીમમાં આવેલા ગોગા મહારાજના મંદિરે બેઠા હતા. તેવામાં સિન્ધી પહેરવેશ (કૂર્તા પાયાઝામા)માં  ર૭ વર્ષીય અંદાજીત ઉંમરનો યુવક મંદિરમાં આવી પહોંચી પાણી પાવાનો ઈશારો કરેલ પરંતુ મંદિરે બેઠેલા લોકોએ તેની પુછપરછ કરતાં તે કશું બોલ્યો નહીં. જેથી તેની ઉલટ તપાસ આદરતા તેના ગજવામાંથી ઉર્દુભાષામાં લખેલા કાગળો મળ્યા હતા. અને “પાકિસ્તાન” લખેલુ જણાતા ગામલોકોએ તાત્કાલીક વાવ પોલીસને જાણ કરતાં વાવ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી રાત્રીના સમયે વાવ પોલીસ મથક ખાતે લાવ્યો હતો. જેની જિ.પો. વડાને જાણ કરતાં ડી.વાય.એસ.પી. પી.એસ.આઈ, ડોગસ્કોડ તેમજ તમામ એજન્સીઓએ તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. જા કે આ ર૭ વર્ષીય પાકિસ્તાની યુવક ભારત-પાક સરહદ પર આવેલા ૯૯પ નંબરના પીલર પરથી ભારતમાં ઘૂસણ ખોરી કરી હોવાનું તારણ મૂકી શકાય છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું. જા કે બિન્દાસ રીતે પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસણખોરી કરતો યુવક અસારા ગામ લોકોના હાથે ઝડપાતા જવાબદાર તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. જવાબદાર તંત્રે અને એન્જસીઓએ તપાસના ચક્રો ગતિમાન કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.