થરાદ તાલુકાના દાંતિયા ગામના ખેડુતે પોતાની આગવીસૂઝથી મીની ટ્રેક્ટર બનાવ્યું 

આજના આધુનિક યુગમાં માણસ આવ નવું પોતાની આગવી કોઠાસૂઝ થી કંઈક ને કંઈક કરતો હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેડૂત પટેલ નાગજીભાઈ નરસેગાભાઇ એ મીની ટ્રેક્ટર બનાવ્યું છે સરહદી વિસ્તાર ગણાતો અને જીલ્લા દાડમ ના વાવેતર માં આજે થરાદ તાલુકો મોખરાનું નામ ધરાવતો થયો છે ત્યારે ખેડુતે દાડમના બગીચામાં ઓછી મજુરી થાય અને થોડો ખચૅ થાય એવી રીતે ટ્રેક્ટર બનાવ્યું છે. ખેડૂત નાગજીભાઈ  ખેતી કામ માં થી ટાઇમ બચાવી ને છ માસ ની મહેનત ના અંતે મીની ટ્રેકટર તૈયાર કરયુ આજ કાલ બજારમાં આવા મિની ટ્રેકટરો ની કિમત રૂપિયા. ત્રણ લાખ સુધી ની હોય છે ત્યારે ખેડૂતે આ પોતાની આગવી સૂઝ થી નજીવી કિંમત 1.40( એક લાખ ચાલીસ હાજર ) માં ખેતી કામ કરતું ટ્રેક્ટર બનાવ્યું છે નાગજીભાઈ ને ટ્રેક્ટર બનાવવા નો વિચાર તે પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે મજુરો ના અભાવ ના કારણે કામ દાડમ ના બગીચામાં ઓછું થતું અને વિચાર આવ્યો કે કંઈક નવું કરું જેથી મજૂરી ખચૅ બચે અને ઝડપી કામ થાય એવી શોચ થી ટ્રેકટર બનાવવા નું ચાલુ કરયુ  થરાદ જેવા સરહદી તાલુકામાં ટ્રેક્ટર બનાવવા માટે ના જરૂરી સ્પેરપાટો ( દાગીના)  મળે ન રેહતે નજીકના સાચોર અમદાવાદ. અને દિલ્હી સુધી થી લાવી ને છ માસ ની મહેનત ના અંતે આજે ટ્રેક્ટર તૈયાર કરી દિધું છે નાગજીભાઈ પાસે ૨૦ એકર જેટલી જમીન છે અને આ જમીનમાં મોટા ભાગ ની દાડમ નું વાવેતર કરેલું છે દાડમના પાક માં કામ કરવા માટે મજુરો ની વધારે જરૂર પડતી હોય છે માટે મજુરુ ખચૅ બચે અને ટાઇમ પણ ઓછો થાય એવી રીતે ટ્રેક્ટર બનાવી ને આજે થરાદ પંથક ની પણ જીલ્લામાં નામ રોશન કરયુ છે અત્યારે તેમની પાસે તાલુકાના અનેક ખેડૂતો પ્રેરણા લેવા અને આ મીની ટ્રેકટર દેખવા માટે આવી રહ્યા છે 
 
ખેડૂત નાગજીભાઈ દ્વારા જણાવ્યું હતું કે બાગાયતી પાક જેવો કે દાડમ અને અન્ય પાકો આવું મિની ટ્રેક્ટર ખુબ ઉપયોગ થાય છે અને મજુરી બચી જાય છે દરેક ખેડુતે પોતાની આગવી સૂઝ થી આજ ના યુગમાં કંઈક અલગ કરવાની પ્રેરણા આવા ખેડૂત પાસેથી લેવી જોઈએ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.