ઉમિયા નગરીમાં થયેલું મેનેજમેન્ટ કેસ સ્ટડી બની રહેશે ઃ વિજયભાઈ રૂપાણી

ઉંઝા : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના વિકાસમાં કડવા પાટીદાર સમાજનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.   આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ પહેલાથી જ સમાજ ઉત્થાનમાં અગ્રેસર રહ્યો છે. તે જ રીતે આ મહોત્સવમાં યોજાયેલ મહાયજ્ઞમાં તમામ જ્ઞાતિના લોકોનો સમાવેશ કરીને સમાજિક સમરસતાનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પરું પાડયું છે.  ઉંઝા ખાતે યોજાઇ રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં તેમણે કહ્યું કે, આ માત્ર ઘાર્મિક કાર્યક્રમ ન બની રહેતાં સમાજિક ઉત્થાન સાથે રાષ્ટ્ર ઉત્થાન માટેનો કાર્યક્રમ બની રહે તે માટે કૃષિથી માંડી અવકાશ સુઘીના થીમ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. તે રીતે આ કાર્યક્રમ સમાજ ચેતનાનો કાર્યક્રમ બની રહેવાનો છે. તેમણે કહ્યું કે, ઉમિયાનગરીમાં જે સજ્જતાથી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તે મેનેજમેન્ટના અભ્યાસીઓ માટે સારું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય તે માટેનો કેસ સ્ટડી બની રહેશે.મુખ્યમંત્રીએ ગુજરાત શક્તિશાળી, સામર્થનવાન બને તે માટેની કૃપા ગુજરાત પર મા ઉમિયાની બની રહે તે માટેની પ્રાર્થના કરતાં જણાવ્યું કે, આ કાર્યક્રમમાં ઘાર્મિક શ્રઘ્‌ઘા સાથે સામાજિક ઉત્થાનનું કાર્ય જોડવામાં આવ્યું છે તે અનન્ય છે. તેમણે કહ્યું કે, આ ઘાર્મિક કાર્યક્રમ આઘ્‌યાત્મિક ચેતના જગાવવા સાથે ઉચ્ચ- નીચના ભેદભાવ વગર સૌના સાથ, સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરનારો બની રહે તેવો બનાવવા માટે સંચાલકોને અભિનંદન આપ્યા હતા. વિજ્ઞાન સાથે ખેડૂતોથી અવકાશ સુઘીના થીમ પેવેલિયનો દ્વારા સૌના ઉત્કર્ષ કરનારી આ નગરીને જોઇને ભારતનું ભવિષ્?ય ઉજજવળ બની રહેવાનું છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે આ કાર્યક્રમ રાઇટ જોબ, ફોર રાઇટ ટાઇમ છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મા ઉમિયા- દુર્ગાની શક્તિ આપણા પર ઉતરે, મા અન્નપૂર્ણા સૌનું પેટ ભરે, મા સરસ્વતી સમાજમાંથી અજ્ઞાનતા દૂર કરે તેવી આઘ્‌યાત્મિક ચેતના સમાજમાં બની રહે તેવી મંગલ કામના કરી હતી. 
ઉમિયા માતાજી સંસ્થાન તરફથી કુપોષણ અભિયાન માટે મુખ્યમંત્રીને રૂપિયા ૧૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ મહોત્સવ દરમ્યાન નોંઘાયેલા વિવિઘ રેકોર્ડસ માટે વિવિઘ સમિતિઓના ચેરમેનઓ અને કાર્યક્રરોને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે શ્રેષ્?ઠી-દાતાશ્રીઓનું પણ આ અવસરે સન્માન કર્યું હતું. કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ કુંભનો જે મેળો યોજાયો ત્યારે જે સ્?વચ્છતા જોવા મળી હતી. તેવી સ્?વચ્છતા અહીં જાળવી રાખી છે, તે માટે અભિનંદન આપ્?યા હતા. આ ઘાર્મિક કાર્યક્રમ હોવા સાથે અનેકવિઘ સામાજિક ઉત્થાનનો કાર્યક્રમ બની રહ્યો છે. કુપોષણ નાબુદી માટે જે ચેક અર્પણ કરાયો છે તે કુપોષણને દૂર કરવાં માટેની પ્રસાદી સમાન છે તેમ તેમણે વઘુમાં ઉમેર્યું હતું.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આજે એક પવિત્ર કામ થઇ રહ્યું છે. જેમાં સામાજિક, ઘાર્મિક અને વ્?યવસાયિક કાર્યનો સંગમ જોવા મળે છે.  ૫૦ વર્ષ પહેલા શિહોરમાં આવો લક્ષચંડી યજ્ઞ થયો હતો. સામાજિક સમરસતાનું ઉદાહરણ પણ આ મહોત્સવે પુરું પાડ્‌યું છે કારણ કે યજ્ઞમાં દરેક જ્ઞાતિના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ તેમણે વઘુમાં ઉમેર્યું હતું. લક્ષચંડી મહાયજ્ઞ સમિતિના ચેરમેનશ્રી અને ઘારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલે સ્?વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, ૨૨ હજાર સ્વયંસેવકો, ૪૬ કમિટીઓ દ્વારા એક વર્ષમાં આયોજન બાદ આજનો લક્ષચડી મહાયજ્ઞ કાર્યક્રમ શકય બન્યો છે. નદીઓ અને સદીઓ વહેતી રહેશે છતાં ઘર્મપતાકા સતત લહેરાતી રહેશે. મા ઉમિયાના ઘામમાં યોજાઇ રહેલ આ મહોત્સવ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાઇ ગયો છે તેમ તેમણે વઘુમાં ઉમેર્યું હતું. આ અવસરે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સાંસદ સભ્ય પરબતભાઇ પટેલ, એચ.એસ.પટેલ, આશાબેન પટેલ, ઘારાસભ્ય શ્રીમતી આશાબેન પટેલ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના ટ્રસ્ટીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, દેશ-વિદેશ માંથી પઘારેલા પાટીદાર ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.