થરાદ જુના આરટીઓ સર્કલ પાસે અકસ્માત સર્જાયો

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ-સાંચોર હાઇવે ઉપર દિન-પ્રતિદિન અકસ્માતનો વધારો વધી રહ્યો છે ત્યારે થરાદ-સાંચોર હાઇવે ઉપર જુના આરટીઓ નજીક એક ખેડૂત ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતાં ખેડુતનું ટ્રેક્ટર રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. ટ્રેક્ટર પલટી મારતા ટેકટર ઉપર બેસેલ ખેડૂતને માથા ઉપર તેમજ શરીરના અન્ય ભાગમાં ઇજાઓ થઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોએ ૧૦૮ને જાણ કરતા ઘવાયેલા ખેડૂતને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.