02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / 11 કલાક 4 મિનિટ સુધી જિંદગી અને મોત વચ્ચે ફસાયા હતા 45 લોકો, ઈશ્વરીય દૂત બનીને પહોંચ્યા આ 5 રિયલ હીરો

11 કલાક 4 મિનિટ સુધી જિંદગી અને મોત વચ્ચે ફસાયા હતા 45 લોકો, ઈશ્વરીય દૂત બનીને પહોંચ્યા આ 5 રિયલ હીરો   19/08/2018

લિયરથી 70 કિલોમીટર દૂર શિવપુરી જિલ્લાના સુલતાનગઢ ઝરણામાં બુધવારે અચાનક પાણીનું લેવલ વધી જવાથી ફસાયેલા 45 લોકોને બચાવી લેવામાં આવ્યા. 9 લોકો હજુ પણ ગાયબ છે. સ્વતંત્રતા દિવસ પર આ લોકો પિકનિક ઊજવવા ગયા હતા. પ્રવાસીઓના ફસાયા હોવાની સૂચના પર એડમિનિસ્ટ્રેશન, સેના, બીએસએફ અને એનડીઆરએફએ રાહત તેમજ બચાવકાર્ય શરૂ કર્યું. મોડી રાત સુધી હેલિકોપ્ટરથી જ્યારે મદદ ન મળી, તો સ્થાનિક 5 યુવકોએ લગભગ 1 કલાકમાં 45 લોકોને દોરડાંની મદદથી બચાવી લીધા. બચાવકાર્યમાં નિઝામ ખાન, બલરામ ભાગીરથ, કલ્લન બાથમ, રામસેવક અને દેવેન્દ્ર સિંહે મહત્વની ભૂમિકા ભજવી. આ તમામ સ્થાનિક લોકો હતા. એટલે તેમને વિસ્તારની સંપૂર્ણ જાણકારી હતી. આ યુવકોએ એડમિનિસ્ટ્રેશનની સામે મદદ કરવાની દરખાસ્ત મૂકી, જેને તેમણે માની લીધી.

પાંચ હીરોએ જણાવ્યું કે એડમિનિસ્ટ્રેશનની કોઇ ટીમ પાણીમાં ઉતરી શકતી ન હતી. એક હેલિકોપ્ટર આવ્યું અને 5 લોકોને કાઢીને લઇ ગયું, પછી પાછું ન આવ્યું. મોડી રાત સુધી અમે લોકોએ દોરડાથી પાણીમાં ઉતરીને એક વધુ પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો. એકબીજાની મદદથી 45 લોકોને બહાર કાઢ્યા.

 

- મને ઝરણાની અંદરના પથ્થરો વિશે માહિતી હતી. હેલિકોપ્ટર બીજી વાર આવ્યું નહીં અને પાણીનો અવાજ વધી રહ્યો હતો. જોખમ હતું કે પાણી જો ફરીથી વચ્ચેના પથ્થર પર પહોંચ્યું તો લોકોને બચાવવા મુશ્કેલ થઇ જશે. જ્યારે એડમિનિસ્ટ્રેશનની ટીમ આગળ ન વધી તો અમે લોકો પાણીમાં પહોંચી ગયા. 
- અમે સતત જોઇ રહ્યા હતા કે રાત ઘેરાવાને કારણે એડમિનિસ્ટ્રેશનનું બચાવ અભિયાન સુસ્ત થઇ રહ્યું હતું. તેના અધિકારીઓ અમને અટકાવી રહ્યા હતા. એટલે અમે દૂર જઇને ઓછા પાણીવાળા પથ્થરો પર પગ ટેકવીને આગળ વધ્યા અને ફસાયેલા લોકોને બહાર કાઢતા રહ્યા. 
- અમે લોકો જ્યારે અમારા અનુભવના આધારે પથ્થરો તરફ આગળ વધવા લાગ્યા તો અધિકારીઓએ અમને અટકાવવાની કોશિશ કરી. અમે તેમને ખાતરી આપી કે આ વિસ્તારના પત્થરોનો અમને સંપૂર્ણ અનુભવ છે. પહેલા પણ અમે અહીંયા ઘણા લોકોના જીવ બચાવી ચૂક્યા છે. 
- એડમિનિસ્ટ્રેશન એક તાલીમબદ્ધ ટીમના પહોંચવાની રાહ જોઇ રહ્યું હતું. મને જ્યારે પાણીનો પ્રવાહ થોડો વધતો લાગ્યો તો ત્યાં હાજર અધિકારીઓને જણાવ્યા વગર પહેલા નાખવામાં આવેલા દોરડાંની મદદથી પથ્થર પર ફસાયેલા લોકો સુધી પહોંચી ગયા અને તેમને હિંમત આપીને બહાર લાવ્યા.

મોડી રાતના 1.11 વાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું અને 2.18 વાગે માત્ર એક જ કલાકમાં પૂરું થઇ ગયું. આ યુવકોએ એક-એક કરીને 45 લોકોને બચાવ્યા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકોને બચાવનારા આ પાંચ રિયલ લાઇફ હીરોને સન્માન તરીકે 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

Tags :