સૂર્ય ગ્રહણ : PM મોદીએ એક્સપર્ટસ સાથે જોયો અદભુત નજારો

દેશમાં આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું છે. દેશના કેટલાંય ભાગમાં સામાન્ય લોકો આ અદ્ભુત નજારો જોઇ રહ્યા છે. અન્ય દેશવાસીઓની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૂર્યગ્રહણને જોયું અને તેની તસવીરો ટ્વીટ કરી. તસવીરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાંક એક્સપર્ટસની સાથે વાતસ કરી રહ્યા છે. આ સિવાય તેમની પાસે ગ્રહણ જોવાના સ્પેશ્યલ ચશ્મા પણ છે. જો કે દિલ્હીમાં વાદળના લીધા સૂર્યગ્રહણનો નજારો જોવા મળ્યો નહોતો.વડાપ્રધાન ટ્વીટ કરીને કહ્યું કે અન્ય ભારતીયોની જેમ હું પણ ઈંર્જીઙ્મટ્ઠિીષ્ઠઙ્મૈpજી૨૦૧૯ જોવા માટે ઉત્સાહિત હતો. જો કે હું સૂરજ જોઇ શકયો નહોતો કારણ કે અહીં સંપૂર્ણપણે વાદળ છવાયેલા છે. પરંતુ મેં લાઇવ સ્ટ્રીમ દ્વારા કોઝિકોડોમાં દેખાયેલા સૂર્ય ગ્રહણનો નજારો જોયો. તેની સાથે જ મેં એક્સપર્ટ્સની સાથે વાતો કરી આ અંગેની માહિતી મેળવી જ્ઞાન વધાર્યું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.