ગ્રામ સચિવાલય દ્વારા થતાં વિકાસ કાર્યોથી ગ્રામ સ્વરાજયની અપેક્ષાઓ પૂર્ણ થશે : પરબતભાઇ પટેલ

 
 
 
                             બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના હુસેનપુરા અને થરાદ તાલુકાના જાંદલા ખાતે રાજય સરાકાર દ્વારા નિર્માણ ગ્રામ સચિવાલયનું લોકાર્પણ જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી પરબતભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે ગ્રામ સચિવાલય દ્વારા થતાં વિકાસ કાર્યોથી પૂજય મહાત્મા ગાંધીજીએ સેવેલા ગ્રામ સ્વરાજયની અપેક્ષાઓ પૂર્ણ થશે. તેમણે કહ્યું કે એક ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઇ બીજી સ્વતંત્ર ગ્રામ પંચાયત મંજુર કરવામાં આવે ત્યારે જ તેના ભવનની પણ મંજુરી આપી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે ૫,૦૦૦ થી ઓછી વસતી માટે ગ્રામ સચિવાલય બનાવવા રૂ. ૧૮ લાખ અને પાંચ હજારથી ઓછી વસતીવાળા ગામમાં પંચાયત ઘર બનાવવા રૂ. ૧૪ લાખની ગ્રાંટ આપવામાં આવે છે. મંત્રીએ કહ્યું કે શિક્ષણ સિવાય વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રરનો વિકાસ શક્ય  જ નથી ત્યારે બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી ઉજ્જવળ ભવિષ્યબનું નિર્માણ કરીએ. 
મંત્રી પરબતભાઇ પટેલે કહ્યું કે લોકોને આરોગ્યની સેવાઓ પુરી પાડવા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા, મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનામાં રૂ. ૩ લાખ સુધીની કેશલેસ સારવાર અપાય છે. તેમણે જણાવ્યું કે આયુષ્યવમાન ભારત યોજનામાં રૂ. ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દેશના ૫૦ કરોડ લોકો અને ગુજરાતના ૪૨ લાખ પરિવારોને આવરી લેવાયા છે. મંત્રીએ કહ્યું કે આ સંવેદનશીલ સરકાર ખેડૂતો, ગરીબો અને ગ્રામ્યન વિસ્તા રોના વિકાસ માટે વિરાટ કાર્ય 
કરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.