બનાસકાંઠાઃ સૌપ્રથમવાર રેતીની ઓનલાઇન હરાજી દ્રારા ૬ બ્લોક ફાળવવામાં આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લામાં વિપુલ પ્રમાણમાં માર્બલ, ગ્રેનાઇટ, બિલ્ડીંગસ્ટોન, સાદી રેતી વગેરે ખનીજો મળી આવે છે. જીલ્લામાં બનાસ અને સીપી નદીમાં મોટા પ્રમાણમાં રેતી ખનીજ મળી આવે છે જે માટે રાજ્ય સરકારે લીઝો ફાળવેલી છે. ગુજરાત સરકારે ગૌણખનિજોની ફાળવણી માટે નવા નિયમો અમલમાં મૂક્યા જેમાં ખનિજ વિસ્તારની ફાળવણી માત્ર ઓનલાઇન હરાજીથી પારદર્શક પધ્ધતિથી કરવા નક્કી કરેલ છે. જેથી જીલ્લામાં આવેલ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્રારા દાંતીવાડા તાલુકાના ઝાત ગામે સીપુ નદીપટમાં રેતીનો વિસ્તાર અલગ તારવી તેના બ્લોક બનાવવામાં આવેલ હતા. જીલ્લામાં પ્રથમવાર પારદર્શક પધ્ધતિથી ખનીજની ઓનલાઇન હરાજી કરીને આજે કલેક્ટરના હસ્તે સફળ થનાર બીડર્સને લીઝના બ્લોક ફાળવવા ઇરાદાપત્ર આપવામાં આવેલ હતા.
 
 
બનાસકાંઠા જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી વિપુલ પ્રમાણમાં માર્બલ, ગ્રેનાઇટ, બિલ્ડીંગસ્ટોન, સાદી રેતી વગેરે ખનીજો મળી આવે છે. આવી જગ્યાઓનું સર્વે કરાવી ૪.૦૦ હેક્ટરના એક એવા અલગ-અલગ બ્લોક બનાવવામાં આવેલ હતા. જેની ગત ફેબ્રુઆરી માસમાં હરાજી કરી કુલ છ બ્લોક હેઠળ ર૪.૦૦ હેક્ટર વિસ્તારમાં ફાળવવામાં આવેલ છે. રાજ્ય સરકારને આ હરાજી દ્રારા રોયલ્ટી, ઉપરાંત ખનિજ કિંમતના ૨.૨૦ % થી ૩૫.૧૦ % જેટલી પ્રિમિયમની રકમ પ્રાપ્ત થયેલ છે. જેના કારણે જે વિસ્તારના રેતી ખનિજની રોયલ્ટીના માધ્યમથી રૂ. ૭૭૭ લાખ મળવાના હતા તેના બદલે ૧૪૫૦ લાખ જેટલી રોયલ્ટી-પ્રિમિયમની આવક આવનારા પાંચ વર્ષ દરમ્યાન મળી રહેનાર છે. જીલ્લામાં પ્રથમવાર પારદર્શક પધ્ધતિથી ખનીજની ઓનલાઇન હરાજી કરીને આજે કલેક્ટરના હસ્તે સફળ થનાર બીડર્સને લીઝના બ્લોક ફાળવવા ઇરાદાપત્ર આપવામાં આવેલ હતા.
 
દાંતીવાડા તાલુકાના ઝાત ગામે રેતી ખનિજના બ્લોકની હરાજીમાં મળેલ સફળતાના કારણે ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્રારા દાંતીવાડા તાલુકાના આકોલી ગામે તેમજ વડગામ તાલુકાના ભાંખરી ગામે રેતીની ઓનલાઇન હરાજીની કાર્યવાહી શરૂ કરી છે. આગામી સમયમાં કાંકરેજ તાલુકામાં બનાસનદીમાં પણ સોહનપુરા, સુદ્રોસણ ખાતે બ્લોકની હરાજી કરવા તંત્રએ તૈયારી શરૂ કરી છે. તેમજ ગ્રેનાઇટ ખનિજ માટે પણ દાંતીવાડા તાલુકાના મોટી ભાખર અને નાની ભાખર ગામે કુલ-૭ બ્લોક બનાવી હરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.