આજે અયોધ્યા કેસનો ચુકાદો : ઉત્તરપ્રદેશ છાવણીમાં ફેરવાયું

નવી દિલ્હી : અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે સવારે ૧૦.૩૦ કલાકે ઐતીહાસિક ચુકાદો  આપશે. આવી Âસ્થતિમાં ઉત્તરપ્રદેશ અને ખાસ કરીને અયોધ્યા છાવણીમાં ફેરવી દેવામાં આવતા અનેક નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. ચુકાદા પહેલા જ ૫૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ૧૬૫૯ લોકોના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ૧૦૦૦૦થી વધુ લોકો એવા છે જેમના પર સીઆરપીસીની કલમ હેઠળ નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં આરપીએફના ૪૦૦૦ જવાનો મોકલવામાં આવ્યા છે. ૧૮થી વધુ યુપી કોલેજામાં ૨૦ જેલો સ્થાપિત કરવામાં આવી છે. ચુકાદા પહેલા સુરક્ષા વ્યવસ્થાના ભાગરુપે ૨૦ કામચલાઉ જેલો ઉભી કરવામાં આવી છે. તમામ જગ્યાઓએ સીસીટીવી કેમેરા વ્યવÂસ્થત કરી દેવામાં આવ્યા છે. મુંબઈ, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં સાવચેતીના પગલા લેવાયા છે. અને અન્ય રાજ્યોને પણ અલર્ટ કરાયા છે. આવી Âસ્થતીમાં ઉત્તરપ્રદેશ સરકાર જારદાર રીતે સક્રિય થયેલી છે. યુપીના ડીજીપી ઓપી સિંહે કહ્યુ છે કે પોલીસે હજુ સુધી ૧૬૫૯ લોકોના સોશિયલ મિડિયા એકાઉન્ટસ પર નજર રાખવામાં આવી રહી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.