બનાસકાંઠાના રાષ્ટ્રવાદી સંગઠનો ઝ્રછમ્ના સમર્થનમાં આગળ આવ્યા

રખેવાળ ન્યુઝ પાલનપુર : એકબાજુ દેશભરમાં નાગરિક સુધારા બિલનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે બીજીબાજુ સરહદી બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રવાદી નાગરિકો સહિતના હિન્દૂવાદી સંગઠનો ઝ્રછમ્ના સમર્થનમાં આગળ આવ્યા છે. 
કેન્દ્રની મોદી સરકારે ઝ્રછમ્ બિલ પાસ કરતા દેશભરમાં અલ્પ સંખ્યકોને ભડકાવી રાજકીય પક્ષો હિંસક વિરોધ પર ઉતરી આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હિન્દૂ સંગઠનો સહિતના રાષ્ટ્રવાદી સંગઠનો અને વિવિધ સામાજિક સંસ્થાઓ તેના સમર્થનમાં આવી છે. આજે રાષ્ટ્રવાદી નાગરિકોએ પાલનપુર ખાતે સ્વયંભૂ વિશાળ રેલી યોજી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ત્રિપલ તલ્લાક, ૩૫-છ અને ૩૭૦ મી કલમ નાબુદી, જમ્મુ-કાશ્મીર પુનઃ ગઠન સહિતના રાષ્ટ્રીય હિતના વિધયેક પસાર કરવા બદલ અધિક કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં સરકારને સમર્થન આપતા આભાર વ્યક્ત કરાયો હોવાનું સમુત્કર્ષ પરિવારના અગ્રણી ચંદ્રેશભાઈ ઠાકરે જણાવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર, સમાન નાગરિકતા કાયદો, વસ્તી નિયંત્રણ અને ધર્માંતરણ વિરોધી કાયદો પણ ઝડપથી ઘડવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ કાર્યક્રમમાં સમુત્કર્ષ પરિવારના નેજા તળે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને તેની ભગિની સંસ્થાઓ, ભગવા સ્વયં સેવક સંઘ, બનાસકાંઠાવેપારી મહામંડળ સહીત વિવિધ સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, વિવિધ સમાજોના ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા ઝ્રછમ્ ને અનુમોદન આપતા સમર્થનપત્રો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને પગલે કેસરિયો માહોલ છવાઈ ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.