ડીસાના આખોલ ઓવરબ્રિઝ પર સર્જાયો ગમખ્વાર : અકસ્માત દાડમ ભરેલી ટ્રક બ્રિજ પર પલટી

ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તે દિલ્હી-કંડલા નેશનલ હાઈવે ઉપર બ્રીઝ પર અવારનવાર અકસ્માત થવાના બનાવો પ્રકાસમાં આવે છે અંદાજીત ૩ વર્ષ અગાઉ એક શાકભાજી ભરીને આવી રહેલ એક ટ્રક બ્રીઝ પર નીચે ખાબકી જતા મોટું નુકશાન થવા પામ્યું હતું ત્યાર બાદ તાજેતરમાં એક હિટાચી મશીન પણ બ્રીઝ પર નીચે ખાબકી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી જયારે આજે સવારે એક દાડમની પેટીઓ ભરીને જઈ રહેલ ટ્રક ઓવરબ્રીઝ પરથી પસાર થઇ રહી હતી તે દરમિયાન અચાનક ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક એક તરફ ખેચાઇ જઈ બ્રીજની કિનારે પલટી ખાઈ જતા ટ્રકમાં રહેલ દાડમની પેટીઓ રસ્તા પર વિખરાઈ હતી જોકે આ ટ્રક બ્રીજની સેફ્ટી વોલનાં કારણે અટકી ગઈ હતી. જેને કારણે મોટી જાનહાની ટળી હતી. જયારે ઘટના સ્થેળે નીચે દાડમ વિખેરાઈ જતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તેઓ કોઈ દાડમ વીણવામાં વ્યસ્ત હતા તો કોઈ વ્યક્તિ તો નીચે નથી તેની શોધ કરતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ તથા ડીસા તાલુકા મથકનો સ્ટાફ દોડી આવી ટ્રાફિક દુર કરવા તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.