02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પ્રસિધ્ધ જૈન મુનિ તરુણ સાગર મહારાજ વહેલી સવારે કાળધર્મ પામ્યા, બપોરે 3 વાગ્યે અંતિમ સંસ્કાર થશે

પ્રસિધ્ધ જૈન મુનિ તરુણ સાગર મહારાજ વહેલી સવારે કાળધર્મ પામ્યા, બપોરે 3 વાગ્યે અંતિમ સંસ્કાર થશે   01/09/2018

 
નવી દિલ્હી: જૈન મુનિ અને રાષ્ટ્ર સંત તરુણ સાગરજી મહારાજ આજે વહેલી સવારે 3.18 વાગ્યે દિલ્હીમાં કાળધર્મ પામ્યા છે.  તેમને ત્રણ સપ્તાહ પહેલાં કમળો થયો હતો. ઘણાં સમયથી સારવાર ચાલતી હોવા છતાં તેમને આરામ ન હતો થતો. અંતે તેમણે ગઈકાલથી સંથારાનો નિર્ણય લીધો હતો અને આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કારની વિધિ આજે બપોરે 3 વાગ્યે દિલ્હી-મેરઠ હાઈવે પર આવેલા તરુણસાગરમ તીર્થ પર થશે. તેમની અંતિમ યાત્રા દિલ્હીના રાધેરપરથી શરૂ થઈને 28 કિમી દૂર તરુણસાગરમ સુધી થશે.તરુણ સાગર મહારાજના અવસાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, તરુણ સાગર તેમના કડવા પ્રવચન માટે ખૂબ પ્રખ્યાત છે. તેથી તેમને ક્રાંતિકારી સંત પણ કહેવામાં આવે છે. તેમનું કડવા પ્રવચન નામનું એક પુસ્તક પણ ખૂબ પ્રખ્યાત છે. સમાજના વિવિધ વર્ગને એકજૂટ કરવામાં તેમણે ખૂબ પ્રયાસ કર્યો છે. મધ્ય પ્રદેશ અને હરિયાણા વિધાનસભામાં પણ તેમણે પ્રવચન આપ્યા છે. હરિયાણા વિધાનસભામાં તેમના પ્રવચનના કારણે ઘણો વિવાદ થયો હતો ત્યારપછી સંગીતકાર વિશાલ ડડલાનીની ટીપ્પણીનો પણ ઘણો વિવાદ થયો હતો. ત્યારે વિશાલે માફી પણ માંગવી પડી હતી. મધ્ય પ્રદેશ સરકારે 6 ફેબ્રુઆરી 2002માં તેમને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો હતો.મુનિ તરુણ સાગરનું અસલી નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ દમોગ (મધ્ય પ્રદેશ)ના ગુહજી ગામમાં 26 જૂન 1967માં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર છે. મુનિશ્રીએ 8 માર્ચ 1981માં ઘર છોડી દીધું હતું. ત્યારપછી તેમણે છત્તીસગઢમાં દીક્ષા લીધી હતી.
 
 

Tags :