દાહોદના મીલ માલિક પર અનાજ દલાલે કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ

દાહોદમાં જાણીતા અરીહંત દાળ મીલના માલિક ઉપર આજે સવારે દાહોદનો અનાજ દલાલ પોઇંન્ટ બ્લેક 4 રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો. મિલ માલિક ઉપર થયેલા ફાયરીંગના પગલે દાહોદમાં હાહાકાર મચી ગયો હતો. ગંભીર રીતે ઇજા પામેલા વેપારીને પ્રાથમિક સારવાર દાહોદમાં આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જૂની અદાવત અથવા તો નાણાંની લેવડદેવડમાં મીલ માલિક ઉપર જીવલેણ હુમલો થયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
 
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદમાં રહેતા પ્રસન્નચંદ જૈન દાહોદમાં અરીહંત નામની દાળ મિલ ધરાવે છે. દાહોદમાં જાણીતી મિલ માલિકના માલિક પ્રસન્નચંદ જૈન આજે સવારે તેઓની ઓફિસમાં બેઠા હતા. તે દરમિયાન દાળનો અનાજની દલાલી કરતો ભુપેન્દ્ર વિરચંદ દલાલ ઓફિસમાં ધસી આવ્યો હતો. અને પ્રસન્નચંદ જૈન કંઇ વિચારે તે પહેલાં તેમના ઉપર ધાડ..ધાડ.. 4 રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો.
 
અનાજના દલાલ દ્વારા કરવામાં આવેલ પોઇન્ટ બ્લેન્ક 4 રાઉન્ડ ફાયરીંગમાં 2 ગોળી પગમાં, 1 ગોળી હાથ ઉપર અને 1 ગોળી પેટમાં વાગી હતી. ઉપરા-છાપરી 4 ગોળીઓ વાગતા મિલ માલિક પ્રસન્નચંદ જૈન લોહીથી લથપથ થઇ ગયા હતા. અને પોતાની ખુરશી ઉપરજ ઢળી પડ્યા હતા. બીજી બાજુ ઓફિસમાંથી ધાડ..ધાડ..ફાયરીંગનો અવાજ આવતા સિક્યુરીટી, મિલમાં કામ કરતા મુનિમ ઓફિસમાં દોડી ગયા હતા. અને તુરતજ લોહીના ખાબોચીયામાં બેભાન થઇ ગયેલા પ્રસન્ન જૈનને દાહોદની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
 
બીજી બાજુ આ બનાવની જાણ દાહોદમાં વાયુવેગે પ્રસરી જતાં મિલ માલિકના પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો અને વેપારીઓના ટોળેટોળા દાહોદ ખાતેની હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. પ્રસન્નચંદને 4 પૈકી એક ગોળી પેટમાં વાગી હોવાથી તેઓની હાલત જોઇ તુરતજ તેઓની વડોદરામાં જેતલપુર રોડ ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબિબોના જણાવ્યા પ્રમાણે તેઓની હાલત ગંભીર છે.
 
મળેલી માહિતી પ્રમાણે મિલ માલિકની ઓફિસમાં ધસી ગયેલા અનાજના દલાલને સિક્યુરીટીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ. અનાજનો દલાલ ભુપેન્દ્ર દલાલ તેણે ધક્કો મારીને પ્રસન્નચંદ જૈનની ઓફિસમાં પહોંચી ગયો હતો. અને ઉપરા-છાપરી 4 રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવ બાદ દાહોદ પોલીસે ફાયરીંગ કરી ફરાર થઇ ગયેલા અનાજના દલાલ ભુપેન્દ્ર દલાલને ઝડપી પાડવા નાકાબંધી કરી દીધી હતી. તો બીજી બાજુ જાણીતા મિલ માલિક પ્રસન્નચંદ જૈનને વડોદરા લાવવા માટે રેન્જ પોલીસ દ્વારા ગ્રીન કોરીડોરની સુવિધા કરી આપી હતી. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.