ડીસાના જાહેર સ્થળે જુગાર રમતા ૧૦ શકુનિઓ ઝડપાયા

પાલનપુર ડીસા એક્સીસ બેંક સામે આવેલ સ્ટાર સર્વિસ સ્ટેશનની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતાં દસ ઇસમોને જુગાર રમવાના સાહીત્ય તેમજ અંગજડતી તેમજ પટ ઉપરથી મળી રોકડ રકમ રૂ ૧૪,૮૦૦ તથા મોબાઇલ નંગ – ૨ જેની કિ.રૂ. ૧૦૦૦ આમ કુલ રૂપિયા ૧૫૮૦૦ મુદ્દામાલ સાથે પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસે ઝડપી લીધા છે. બનાસકાંઠા એસ.પી.પ્રદિપ સેજુળે જીલ્લામાંથી દારૂ જુગારની પ્રવુતિ સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા સારૂ આપેલ સુચનાઓ લગત આજરોજ ના.પો.અધિ આર.બી. ઉપાધ્યાય ડીસા વિભાગ ડીસાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ એસ.બી.શર્મા ડીસા સીટી દક્ષિણ પો.સ્ટે. તથા પો.સબ.ઇન્સ બી.જે.ચાવડા તથા પો.સબ.ઈન્સ. આર.કે. વાણીયા તથા એ.એસ.આઇ વિરમાભાઇ હાસાભાઇ તથા અ.હેઙકોન્સ નરપતસિંહ શીવાજી તથા અ.પો.કોન્સ રઘુજી અનોપજી તથા અ.પો.કો. કિરીટસિહ ભુપતસિહ તથા અ.પો.કોન્સ આદિલ મહંમદ અબ્દુલ ઝાકનાઓએ અ.પો.કોન્સ રઘુજી તથા અ.પો.કો. કિરીટસિહ તથા અ.પો. કોન્સ આદિલ મહંમદનાઓને મળેલ સયુંક્ત બાતમી આધારે  ડીસા એક્સીસ બેંક સામે આવેલ સ્ટાર સર્વિસ સ્ટેશનની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરતા દસ ઇસમોને ગંજીપાનાથી તીન પતીનો જુગાર પૈસા વડે હારજીતનો રમી રમાડતા જેમા તહોદાર  વિજયકુમાર જીવણજી જાતે જાદવ (ઠાકોર) ઉ.વ. ૩૨ ધંધો- ડ્રાઇવીંગ રહે- ડીસા શાસ્ત્રીનગર  ભાગ -૧ એક્સીસ બેંક પાસે તા.ડીસા,  અજયસીંગ જીવણજી જાતે જાદવ (ઠાકોર)  ઉ.વ.૩૩ ધંધો. હીરા ઘસવાનું  રહે- ડીસા શાસ્ત્રીનગર  ભાગ -૧ એક્સીસ બેંક પાસે તા.ડીસા,  ગોવીંદભાઇ ડુંગરભાઇ જાતે દેસાઇ ઉ.વ.૩૮ ધંધો- હીરા ઘસવાનું  રહે-ડીસા રાયકાનગર  એસ.સી.ડબ્લ્યુ હાઇસ્કુલ  પાસે   તા.ડીસા,  રમેશભાઇ ખેંગારભાઇ જાતે દેસાઇ ઉ.વ.૪૫ ધંધો ડ્રાઇવીંગ રહે-ડીસા રાયકાનગર એસ.સી. ડબ્લ્યુ હાઇસ્કુલ પાસે   તા.ડીસા,  કાળુભાઇ નાગજીભાઇ જાતે દેસાઇ ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે-ડીસા રાયકાનગર એસ.સી.ડબ્લ્યુ હાઇસ્કુલ પાસે તા.ડીસા, હીતેશકુમાર બળવંતસિંહ જાતે ઠાકોર ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે ડીસા ગોલ્ડનપાર્ક ભાગ ૩ તા.ડીસા,  કિશોરકુમાર બળવંતસિંહ જાતે ઠાકોર ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે ડીસા ગોલ્ડનપાર્ક ભાગ ૩ તા.ડીસા, વિક્રમભાઇ રમેશભાઇ જાતે ઠાકોર ઉ.વ.૩૩ ધંધો ડ્રાઇવીંગ રહે ડીસા એક્સીસ બેંક સામે રબારીવાસના નાકે તા.ડીસા તા.ડીસા,  સુરેશભાઇ હરીભાઇ જાતે નાઇ ઉ.વ.૩૫ ધંધો વેપાર રહે ડીસા ગોલ્ડનપાર્ક ભાગ ૨ તા.ડીસા, ધીરજભાઇ જગદીશભાઇ જાતે દેવીપુજક ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે ડીસા હાથીખાના પાછળ  લાઢીબજાર  તા.ડીસાનાઓ તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડી પોલીસ રેડ દરમ્યાન રોકડ રકમ રૂ ૧૪૮૦૦/- તથા મોબાઇલ નંગ – ૨ જેની કિ.રૂ.૧૦૦૦/- આમ કુલ રૂપિયા ૧૫૮૦૦/- મુદ્દામાલ સાથે પકડાઇ  ગયેલ હોઇ તમામ ના વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારીયાઓમા ફફડાટ ફેલાઇ ગયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.