02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પોર્ટુગલના જંગલોમાં ભીષણ આગ, હિટવેવમાં વધારો; 18 વર્ષની સૌથી વધુ ગરમી

પોર્ટુગલના જંગલોમાં ભીષણ આગ, હિટવેવમાં વધારો; 18 વર્ષની સૌથી વધુ ગરમી   06/08/2018

 યુરોપિયન દેશ પોર્ટુગલના જંગલોમાં ત્રણ દિવસથી લાગેલી આગના કારણે આખા યુરોપમાં લોકો હિટવેવનો સામનો કરી રહ્યા છે. આગના કારણે આજે યુરોપમાં 46 ડિગ્રી ટેમ્પરેચર છે. સાઉથ પોર્ટુગલના મોન્ચિકમાં બંને તરફ આગ જોવા મળી રહી છે. લ્યુસા ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આગની જ્વાળાઓ એટલી ઉંચે સુધી જાય છે કે, તેને અલગાર્વે કોસ્ટથી પણ જોઇ શકાય છે. ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, 810 ફાયર ફાઇટર્સ, 226 વ્હિકલ અને 9 એરપ્લેન આ એરિયામાં આગ બૂઝાવવાની કામગીરીમાં લાગેલા છે.
 
 વધુ એક વાઇલ્ડ ફાયરમાં સેન્ટ્રલ એસ્ટ્રીમોઝના વિસ્તારમાં છ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત અત્યંત ગંભીર છે. 
નેશનલ સિવિલ પ્રોટેક્શન ઓથિરિટીએ ચેતવણી જાહેર કરી છે કે, જે નાગરિકોએ હજુ સુધી સ્થળાંતર નથી કર્યુ તેઓએ ઘરમાં જ રહેવું. આ દરમિયાન પરદાં અને કાઉચ જેવી વસ્તુઓને દરવાજાથી દૂર રાખવી. ઘરનો મુખ્ય દરવાજો બંધ રાખો તો અન્ય દરવાજાઓને ખુલ્લા રાખવા. 
શનિવારે પોર્ટુગલના આઠ શહેરોમાં તાપમાન સૌથી ઉંચુ જોવા મળ્યું હતું. છેલ્લાં 18 વર્ષમાં ગરમીના પારાએ શનિવારે રેકોર્ડ તોડી નાખ્યો હતો.
 
 
આફ્રિકા તરફથી આવતા ભારે અને ગરમ પવનના કારણે આગ વધુ ઝડપથી ફેલાઇ રહી છે. આફ્રિકાથી આવતી ગરમ હવાના કારણે જ પોર્ટુગલમાં આકાશમાં ડાર્ક યલો વાદળો બંધાઇ રહ્યા છે. આ વાદળો આગામી અઠવાડિયા સુધી રહેશે. 
યુરોપિયન કમિશનર ફોર હ્યુમેનિટેરિઅન એઇડ અને ક્રાઇસિસ મેનેજમેન્ટ, ક્રિસ્ટોસ સ્ટાલિનાઇડ્સે ટ્વીટ કરી હતી કે, અમે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પુરતા પ્રયત્નો કરી રહ્યા છીએ અને હાલ EU તરફથી પણ મદદ આવી રહી છે.
 
 
શનિવારે સ્પેનિશ સિટી કોર્ડોબામાં 42 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. હિટવેવના કારણે અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત થયા હતા. 
સ્પેનના 50 પ્રાંતોમાંથી 41 પ્રાંતોમાં હેલ્થ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. શુક્રવારે એક આધેડ વ્યક્તિની હિટવેવના કારણે તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેનું આજે મોત થયું છે. આ સાથે જ હિટવેવના કારણે મૃતકોની સંખ્યા 4 થઇ છે.

Tags :