૪ એટીએમમાં કૅશ નાખવાના બદલે ૮.૯૩ લાખ રૂપિયાનું બારોબારિયું

મહેસાણાની બે બેંકોના ચાર એટીએમમાં રૂ.૮.૯૩ લાખ લોડ કરવાના બદલે બારોબારિયું કરી નાખનારા કંપનીના સુપરવાઇઝર સહિત ૩ શખ્સો સામે એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 
 
અમદાવાદની સિક્યોર વેલ્યુ ઇન્ડીયા કે જે ગુજરાતના તમામ એટીએમની કૅશલોડિંગ અને રિપેરિંગ કરે છે. ગત ૨૮ જૂનથી ૧૫ જુલાઇ દરમિયાન આ કંપનીના મહેસાણા ટાઉનમાં સુપરવાઇઝ તરીકે કામ કરતા કેતન છનાભાઇ સુતરીયા, કૃષ્ણકાંત જયંતીલાલ ગાંધી અને જયદીપ દશરથભાઇ વાઘેલાએ બેંકમાંથી કૅશ લઇને સિક્યોર કંપનીની ગાડીમાં એટીએમમાં નાણાં નાખવા ગયા હતા. ગત ૧૫ જુલાઇએ કંપનીના ઓડિટર કરમવીર બિષ્ટે ઓડિટ કરતાં મહેસાણા શહેરની આઇસીઆઇસીઆઇ બેંકના તોરણવાળી માતાના ચોકમાં આવેલા એટીએમમાં રૂ. ૩,૫૬,૬૦૦, આ જ બેંકની બ્રાન્ચ ઓફિસના એટીએમમાં રૂ ૫,૦૭,૬૦૦, તેમજ રૂ.૧૧૦૦ અને બરોડા બેંકના બી.કે. સિનેમા રોડ પરના એટીએમમાંથી રૂ.૨૮ હજાર મળી કુલ રૂ. ૮,૯૩,૩૦૦ જેટલી રકમ ઓછી જમા કરાઇ હોવાનું ખુલ્યું હતું. 
 
જેને પગલે તપાસના અંતે આ કંપનીના મેનેજર કમલેશજી દુધાજી ઠાકોરે એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં કેતન સનાલાલ સુતરીયા (રહે. સહજ ગ્રીન સોસાયટી, સોમનાથ રોડ), કૃષ્ણકાંત જયંતિલાલ ગાંધી (રહે.કસ્બા, મહેસાણા) અને જયદીપ દશરથભાઇ વાઘેલા (રહે. માનવ આશ્રમ ચોકડી સામે) ફરિયાદ નોંધાવી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.