ગિરિમથક માઉન્ટ આબુ પણ ઠંડીથી થથરી ઉઠ્યું

સરહદી બનાસકાંઠા જિલ્લામાં એકાએક ઠંડીનું જોર વધી ગયું છે ત્યારે બનાસકાંઠાને અડીને જ આવેલું ગિરિમથક માઉન્ટ આબુ પણ ઠંડીથી થથરી રહ્યું છે.માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનનો પારો ત્રણ 3 ડિગ્રી સેલ્શિયશ જેટલો નીચો ઉતરી જતા હાલ આ પર્યટન સ્થળ પર કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.પાડોશી રાજસ્થાનમાં આવેલા અને મીની સિમલા તરીકે ઓળખાતા એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગિરિમથકના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાથી ઠંડીની અસર વર્તાઈ રહી છે. ગઈ રાત્રે માઉન્ટ આબુ ખાતે લઘુત્તમ તાપમાન ત્રણ ડીગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. ગિરિમથક માઉન્ટ આબુ ખાતે ઠંડીનું જોર વધતા  લોકો ઠંડીથી બચવા માટેના પ્રયાસો કરતા નજરે પડી રહ્યા છે. ગતરાત્રિએ આબુ પર્વત પર લઘુત્તમ તાપમાનમાં એક સાથે બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો.
 
રાજસ્થાનના સિરોહી જીલ્લામાં આવેલ માઉંટઆબૂ ખાતે એકાએક મૌસમે મિઝાઝ બદલતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.ગત રાત્રીએ આબુ પર્વત પર લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી નોંધાતાં જનજીવન પર માઠી અસર વર્તાઈ હતી. સ્થાનિક લોકો પણ ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો તેમજ તાપણાંનો સહારો લેતા જોવા મળ્યા હતા. બીજી બાજુ બહારથી આવેલા પર્યટકોએ પણ ઠંડીના લીધે આજે સવારે મોડે સુધી હોટલના રૂમોમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ વહેલી સવારે શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કાશ્મીરમાં થયેલ હિમવર્ષાને લીધે હિલસ્ટેશન માઉંટઆબૂના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ જણાઈ રહી છે.જોકે ઠંડીના આતંક વચ્ચે પણ કેટલાક લોકો રવિવારે સાંજે બજારોમાં ખરીદી કરતા અને આઈસ્ક્રીમ ખાતા પણ નજરે પડ્યા હતા.હાલ માઉન્ટ આબુ ખાતે આવતા પર્યટકો મનભરીને ઠંડીનો આનંદ માણી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.