સાબરકાંઠા જિલ્લામાં સરદાર વલ્લભભાઇ પટેલના જીવનચરિત્ર પર આધારિત એકતા રથયાત્રાની ઉજવણી કરાશે

હિંમતનગર દેશની એકતા અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ તરીકે જગપ્રસિધ્ધ મહાન રાષ્ટ્રસપૂત શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પ્રસંગે એકતા રથયાત્રાનું   આયોજન કરવામાં આવ્યુ છે. જે રાજ્યના ૧૦,૦૦૦ ગામોમાં પરિભ્રમણ કરશે.  સાબરકાંઠા જિલ્લાના ૪૦૦થી વધુ ગામોમાં આ યાત્રા પરિભ્રમણ કરશે. હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે મહેસૂલ મંત્રી  કૌશિક ભાઇ પટેલ તા. ૨૦ ઓક્ટોબરના રોજ એકતા યાત્રાના રથને પ્રસ્થાન કરાવશે. જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કેની અધ્યક્ષતામાં યોજાયેલ એકતા રથયાત્રાના  આયોજન અંગે અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, બે તબક્કામાં એકતા રથયાત્રા યોજાશે. પ્રથમ તબક્કામાં તા. ૨૦ થી ૨૯ ઓક્ટોમ્બર અને બીજા તબક્કામાં તા. ૧૫ થી ૨૪ નવેમ્બર એમ બે તબક્કામાં  સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોને આવરી લેવાશે. એકતા રથયાત્રાના આગમન પ્રસંગે ગ્રામજનો દ્વારા સ્વાગત અને સન્માન, પૂજા-આરતી, ડોક્યુમેન્ટરી ફિલ્મ શો, સ્થાનિક કાર્યક્રમો, સાહિત્ય વિતરણ, પ્રવચન તથા પ્રસ્થાન અંગે એકતા રથયાત્રાના રૂટ બનાવવા અંગે વગેરે વિશે કલેક્ટરશ્રીએ અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી.
એકતા રથયાત્રાની સાબરકાંઠા જિલ્લામાં ઉત્સાહ ભર્યા માહોલમાં સફળતા પૂર્વક ઉજવણી થાય તે માટે અગ્રણીઓ, ગ્રામજનો સહ ભાગી થાય તે જરૂરી છે ત્મ તેમણે ઉમેર્યું હતું.  આ પ્રસંગે શાળાઓમાં સરદાર વલ્લભ ભાઇ પટેલના જીવનચરિત્ર પર આધારિત નિબંધ વગેરે સ્પર્ધાઓ યોજવા જિલ્લા શિક્ષણાધિકારીને જણાવ્યુ હતુ.  સરદાર સાહેબના જીવનચરિત્ર થીમ આધારીત સાસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવા કલેક્ટરએ જણાવ્યં હતુ. 
આ પ્રસગે નિવાસી અધિક કલેક્ટર વી.એલ. પટેલ તથા સબંધિત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.