ડીસા તાલુકામાં આડેધડ થઈ રહેલ વૃક્ષછેદનને અટકાવવા તંત્રની ઉદાસીનતા

ડીસા : ડીસા પંથકમાં ઘણા  લાંબા સમયથી વૃક્ષ છેદનની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે. જવાબદાર તંત્ર પણ આ પ્રવૃતિને અટકાવવાની જગ્યા એ માથેથી ખભે કરી જવાબદારીમાંથી છટકે છે તેથી વૃક્ષ છેદન આડેધડ થઈ રહ્યું છે. જેની વિપરીત અસરો માનવ જાત ઉપર પણ વર્તાવા લાગી છે.
બનાસકાંઠાની બનાસ નદીને કાંઠે વસેલો એક સમયનો હરિયાળો મૂલક ગણાતો ડીસા પંથક આજે વેરાન બની ચુક્યો છે  અડાબીડ વૃક્ષથી  છવાયેલા આ વિસ્તારમાં સો મિલ માફિયા દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી થઈ રહેલા વૃક્ષ  છેદનની બેરોકટોક પ્રવૃતિના કારણે આ વિસ્તાર  ઉજ્જડ બની રણમાં ફેરવાઈ રહ્યો છે  બનાસકાંઠાની આર્થિક પાટનગરી   એવા ડીસા પંથક માં રેલવે સ્ટેશન વિસ્તાર અને પાટણ હાઇવે પર મોટા ભાગની સો મિલો આવેલી છે  જેના સંચાલકો દ્વારા મુકાયેલા માણસો દ્વારા ગ્રામ્ય વિસ્તારઅને ગૌચરમાં ઉભેલા  કિંમતી  લીમડા, પીપળ, વડ, આંબા કણજી  સહિતના અતિ ઉપયોગી એવા વૃક્ષ ગેરકાયદેસર રીતે કાપી  ટ્રેકટર  અને  ઉન્ટ ગાડી મારફત  અંબિકા વે બ્રિજ નજીક  લાવી રોડ સાઈડમાં   સોમિલ માલિકો પાણીના મૂલે હરાજીમાં ખરીદી લઈ સો મિલમાં લાવી મોંઘા ભાવે વેચી અઢળક  કમાણી કરી રહ્યા છે તેમ છતાં જેની જવાબદારી  છે એવુ  તંત્ર આ કુપ્રવૃતિ રોકવામાં  ઉદાસીનતા દાખવી રહ્યું છે. ગત મંગળવારે  મોડી સાંજે ડીસાના એક જાગૃત નાગરિકને  અંબિકા વે બ્રિજ નજીક ટ્રેકટર અને ઉન્ટગાડું ભરી લીલા લીમડા ભરી ઉભેલા વાહનો દેખાતા તેણે આ બાબતે ડીસા  ફોરેસ્ટ અધિકારીને ટેલિફોનિક જાણ કરી હતી જોકે ફોરેસ્ટ અધિકારીએ કહ્યું કે સરકાર દ્વારા ૮૬  જેટલા ઝાડ આરક્ષિત કરાયા છે તેમા લીમડો પણ છે માટે તે બાબત ની કાર્યવાહી કરવાની જવાબદારી રેવન્યુ મામલદારની છે તો આ નાગરિકે મામલદારને ટેલિફોનિક સમ્પર્ક કરેલો પરંતુ મામલદારે  તો ફોન  પણ ઉપાડવાની તસ્દી લીધી ન હતી.આમ જવાબદર   તંત્ર  પણ વૃક્ષ છેદનની પ્રવુતિને અટકાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેના કારણે સૂકા ભેગા લીલા વૃક્ષોની પણ આડેધડ કતલ થઈ રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.